અક્ષત પંડ્યા, અમદાવાદ.
Gemini Yearly Horoscope 2024 | Mithun Varshik Rashifal 2024 | Mithun Rashi Bhavishya 2024: મિથુન રાશિના જાતકો માટે 2024નું નવું વર્ષ ખૂબ જ શુભ પરિણામ લઈને આવશે. આ વર્ષે ગ્રહોની સ્થિતિ તમારી રાશિથી ખૂબ જ શુભ છે, જેથી કરિયર-આર્થિક ક્ષેત્ર, આરોગ્ય તમામ ક્ષેત્રે તમને લાભ થવાનો છે. આવો જાણીએ જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી કે આ વર્ષ તમારું કેવું રહેવાનું છે.
ગ્રહોના ગોચર પર નજર
આ વર્ષે એટલે કે 2024માં શનિ મહારાજ તમારી રાશિથી નવમાં સ્થાનમાં, ગુરુ મહારાજ તમારી રાશિથી અગિયારમાં સ્થાનમાં અને રાહુ મહારાજ તમારી રાશિથી દસમા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે, જે શુભ બાબત ગણી શકાય. તમને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળશે. પિતા સાથેનાં સંબંધો સાચવવા જરુરી બની રહેશે.
વ્યવસાય
નોકરી-ધંધાની વાત કરીએ તો આ વર્ષ તમારું તમે ધારશો એવુ જશે. નોકરીમાં તમારા કરેલા કાર્યની વાહવાહી થશે અને તેનાથી તમને પ્રોત્સાહન મળશે. નવુ સાહસ પણ તમે કરી શકો છો.
આરોગ્ય
આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ થોડું સાચવવું જરુરી બની રહેવાનું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024 મહિના ખૂબ જ કાળજી રાખવી. મે 2024 પછી સ્વાસ્થ્ય બાબતેની ચિંતા હળવી થતી જણાય.
લગ્ન-લગ્નજીવન
આ વર્ષે લગ્નજીવન સારુ રહેવાનું છે. ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન અપરિણીતોના લગ્ન પણ થઈ શકે છે.પ્રેમ સંબંધ માટે પણ આ વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે.
અભ્યાસ
વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ સારુ રહેવાનું છે. સારામાં સારી ડિગ્રી આ વર્ષે મળી શકે છે. IT, માર્કેટિંગ સાથે જોડાયેલ વિદ્યાર્થીમિત્રોને આ વર્ષે નસીબનો ખૂબ સાથ મળશે.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
