અક્ષત પંડ્યા, અમદાવાદ.
Virgo Yearly Horoscope 2024 | Kanya Varshik Rashifal 2024 | Kanya Rashi Bhavishya 2024: કન્યા રાશિના જાતકો માટે વર્ષ મધ્યમ રહેવાનું છે. વર્ષની શરુઆત તમે ધારો એવી નહીં થાય. નવી જવાબદારીઓ આ વર્ષે તમારા ખભે આવશે અને તમે વધુ પરિપક્વ બનશો. ધાર્મિકતામાં વધારો થઈ શકશે. કોઈને પૈસા ઉધાર ન આપવા, તો આવો જાણીએ જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી કે નવું શરું થતું 2024નું વર્ષ કન્યા રાશિના જાતકો માટે કેવું રહેશે.
ગ્રહોના ગોચર પર નજર
ગ્રહોના ગોચરની વાત કરીએ તો કન્યા રાશિથી ગુરુ મહારાજ આઠમા સ્થાનમાં પરિભ્રમણ કરવાના છે. શનિ મહારાજ છઠ્ઠા સ્થાનેથી તો રાહુ મહારાજ સાતમા સ્થાનેથી ગોચર કરશે. આ ગોચર મધ્યમ કહીં શકાય. જૂન 2024 સુધીનો સમય સાચવવો.
વ્યવસાય
વેપાર-નોકરીને લઈને આ વર્ષ તમારું શુભ રહેવાનું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024માં ખાસ સાહસ કરવું નહીં. મે 2024 પછી ગ્રહો તમારા અનુકુળ રહેશે.
આરોગ્ય
આરોગ્યની દ્રષ્ટિએ પણ વર્ષની શરુઆત તમે ધારો એવી નહીં થાય. કફ પ્રકૃતિના રોગ થવાની સંભાવના રહેલી છે. છઠ્ઠા સ્થાનેથી શનિ મહારાજ ગોચર કરતા હોવાથી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
લગ્ન-લગ્નજીવન:
આ વર્ષ તમારું લગ્નજીવન શુભ રહેવાનું છે. ઓક્ટોબર મહિના પછી થોડા મતમતાંતર ઉભા થશે પણ તમે બુદ્ધિ ચાતુર્યથી તેમાંથી બહાર આવશો. તમારા પ્રેમ સંબંધિત બધા જ પ્રશ્નો આ વર્ષે ઉકેલાઈ જશે. તમે એક નવા જીવનનો અનુભવ કરશો.
અભ્યાસ:
અભ્યાસક્ષેત્રે નવું વર્ષ થોડું સંઘર્ષમય રહેશે. નવા મિત્રો પર વિશ્વાસ ન રાખવો. અભ્યાસ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
