Capricorn Yearly Horoscope 2024: મકર રાશિના જાતકો માટે નવી તકો લઈને આવી રહ્યું છે 2024નું નવું વર્ષ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Thu, 28 Dec 2023 08:30 AM (IST)Updated: Thu, 28 Dec 2023 08:30 AM (IST)
capricorn-yearly-horoscope-2024-predictions-makar-varshik-rashifal-rashi-bhavishya-in-gujarati

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Capricorn Yearly Horoscope 2024 | Makar Varshik Rashifal 2024 | Makar Rashi Bhavishya 2024:
મકર રાશિ માટે શનિની સાડાસાતીનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે, પરંતુ ગ્રહોની સ્થિતિ અનુસાર આ વર્ષ તમારા માટે શુભ વર્ષ બની શકે છે. કરિયર-લગ્નજીવન બાબતે તમને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આવો જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી જાણીએ કે આ 2024નું વર્ષ જ્યોતિષ પ્રમાણે કેવું રહેશે.

ગ્રહોના ગોચર પર એક નજર
વર્ષની શરૂઆતમાં ગુરુ તમારી રાશિના ચોથા ભાવમાં રહેશે. શનિ મહારાજ બીજા સ્થાનમાં તેમજ રાહુ મહારાજ ત્રીજા સ્થાનમાં પરિભ્રમણ કરશે. જે સમસ્યાઓ લાંબા સમયથી ચાલી રહી હતી તે ધીરે ધીરે દૂર થતી જોવા મળશે. ગયા વર્ષે કરેલી મહેનતનું ફળ તમને આ વર્ષે ચોક્કસથી મળી શકશે. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદો પણ ઉકેલાશે. નવી કાર કે ફ્લેટ કે મકાન ખરીદવાની સ્થિતિ રહેશે.

આરોગ્ય
આ વર્ષે એકંદરે આરોગ્ય ખૂબ જ સારું રહેવાનું છે પરંતુ જૂનથી નવેમ્બર 2024 સુધી તમારે તમારા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડશે. આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય વારંવાર બગડી શકે છે. યોગ્ય સમયે ડૉક્ટરની સલાહ લેવાની ખાતરી કરો.

કરિયર
મે 2024 પછી ગુરુનું રાશિ પરિવર્તન તમને સારુ પરિણામ આપશે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થશે. સાહસનું સારુ પરિણામ તમને પ્રાપ્ત થશે. ઓવરઓલ જોવા જઈએ તો નોકરી અને કરિયર બાબતે 2024નું વર્ષ તમારા માટે શુભ પરિણામો લઈને આવશે. રાહુ અને કેતુ પણ તમારો સાથ આપશે. રાહુ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમે જોખમ લેવા માટે સક્ષમ બનશો. આ સમય દરમિયાન, તમે સખત મહેનત કરશો અને તમારી નોકરી અથવા વ્યવસાયમાં તમારી મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવાની સ્થિતિમાં રહેશો. આ વર્ષે તમે બંને પૈસા કમાઈ શકશો અને સારા કાર્યોમાં ખર્ચ કરશો.

વિદેશ યોગ
વિદેશમાં નોકરી કરવા ઈચ્છતા લોકોનું સપનું મે પછી સાકાર થઈ શકે છે.

લગ્ન-લગ્નજીવન
મે પછી તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ વર્ષે તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો.

અભ્યાસ
વિદ્યાર્થીમિત્રો માટે 2024નું વર્ષ શુભ નિવડશે. વર્ષની શરુઆતમાં થોડુ ધ્યાન રાખવું જરુરી બની રહેશે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.