અક્ષત પંડ્યા, અમદાવાદ.
Leo Yearly Horoscope 2024 | Sinh Varshik Rashifal 2024 | Sinh Rashi Bhavishya 2024: સિંહ રાશિના જાતકોને 2024નું વર્ષ મિશ્ર રહેવાનું છે. કરિયર ક્ષેત્રે તમારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે. વર્ષની શરુઆત તમે ઈચ્છો તેવી ન પણ હોય પરંતુ વર્ષનો અંતિમ ભાગ સિંહ રાશિના જાતકો માટે સારો રહેવાનો છે. આવો જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી વિસ્તૃતમાં જાણીએ કે આ નવું વર્ષ કેવું રહેવાનું છે.
ગ્રહોના ગોચર અંગે વાત
સિંહ રાશિથી ગ્રહોનું ગોચર જોઈએ તો ગુરુ મહારાજ તમારી રાશિથી નવમાં સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા છે, શનિદેવ સાતમા સ્થાને અને રાહુ આઠમા સ્થાને ગોચર કરી રહ્યા છે. જેથી આ વર્ષ દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરુરી બની રહેશે. રાહુ આઠમે હોવાથી વર્ષની શરુઆત થોડી સંઘર્ષમય બની રહેશે.
વ્યવસાય
વ્યવસાયની દ્રષ્ટિએ મે 2024 પછીનો સમય તમારા માટે શુભ પરિણામ લાવશે, ત્યાં સુધી જેસે થેની સ્થિતિ રાખવી વધુ હિતાવહ રહેશે. નોકરીયાત વર્ગને મે 2024 પછી સારી નોકરીની ઓફર મળી શકે છે. ધંધાદારી વર્ગને પણ ઓગસ્ટ 2024 પછીનો સમય શુભ સાબિત થશે.
આરોગ્ય
રાહુ મહારાજ આઠમા સ્થાનમાં પરિભ્રમણ કરી રહ્યા હોવાથી સ્વાસ્થ્ય સાચવવું ખૂબ જ જરુરી બની રહેશે. તમારા નહીં તો ઘરના વ્યક્તિ પાછળ સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચા થશે.
લગ્ન-લગ્નજીવન
આ વર્ષ દરમિયાન સિંહ રાશિના જાતકોનું લગ્નજીવન સુમેળભર્યું રહેશે. અપરિણીતોના લગ્નનો પ્રસ્તાવ પણ આવી શકે છે. ઓવરઓલ આ વર્ષ લગ્નજીવન માટે શ્રેષ્ઠ રહેશે.
અભ્યાસ
વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ સારામાં સારુ છે. ગુરુ મહારાજની તમારી રાશિ પર દ્રષ્ટિ તમને ખૂબ શુભ ફળ આપશે. નવી ટેક્નિક્સથી તમે ગમે તેવી હરિફાઈ જીતી શકશો. વર્ષનો મધ્ય ભાગ ખૂબ સારો બની રહેશે. ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશો.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
