અક્ષત પંડ્યા, અમદાવાદ.
Sagittarius Yearly Horoscope 2024 | Dhanu Varshik Rashifal 2024 | Dhanu Rashi Bhavishya 2024: અગ્નિ તત્વની રાશિ ધનુ રાશિ માટે 2024નું વર્ષ ઘણી બાબતોમાં ખૂબ જ શુભ રહેવાનું છે. ધનુ રાશિફળ 2024 મુજબ શરૂઆતના મહિનામાં તમને ખૂબ જ સારા પરિણામ જોવા મળશે. આવો જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી વિસ્તૃતમાં જાણીએ કે 2024નું નવું શરું થતું વર્ષ ધનુ રાશિના જાતકો માટે કેવું રહેશે.
ગ્રહોના ગોચર પર આંશિક નજર
ધનુ રાશિથી પાંચમા સ્થાનમાં ગુરુ મહારાજ, ત્રીજા સ્થાનમાં શનિ મહારાજ, ચોથા સ્થાનમાં રાહુ મહારાજ સ્થિત રહેશે. જાન્યુઆરીથી એપ્રિલ સુધી ગુરુ તમારા પાંચમા ભાવમાં રહેશે. આ સમય શિક્ષણ, પ્રેમ અને આવકમાં વૃદ્ધિથી ભરપૂર રહેશે. કામ કરનારાઓને વર્ષ 2024ના શરૂઆતના મહિનામાં પ્રમોશન મળી શકે છે.
આરોગ્ય
આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધી જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે. આ વર્ષે આરોગ્ય તમારું શુભ રહેવાનું છે. કફ પ્રકૃત્તિના રોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. માતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવી જરુરી.
કરિયર
તમારી આવકમાં વધારો થશે. જે લોકો નોકરી બદલવા અથવા તેમના વ્યવસાયમાં કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે મે પછીનો સમય ઘણો સારો હોઈ શકે છે. અને તમારા વિરોધીઓ પણ તમારી તરફેણમાં જોવા મળશે. કોઈપણ કામ કરવા માટે તમારો આત્મવિશ્વાસ વધશે. તમે નસીબને બદલે સખત મહેનતમાં વિશ્વાસ કરશો. આ વર્ષે તમે આવકના વધુ સ્ત્રોત વિકસાવવાની સ્થિતિમાં રહેશો. જૂન પછી, જ્યારે શનિ વક્રી સ્થિતિમાં હશે, ત્યારે તમારે થોડી વધુ ધીરજ રાખવી પડશે.
વિદેશ યોગ
વિદેશમાં નોકરી કે અભ્યાસમાં રસ ધરાવતા લોકોએ મે પછી ફાઈલ મૂકવાના પ્રયાસ કરવો જોઈએ.
લગ્ન-લગ્નજીવન
રાહુ-કેતુ તમને સમયાંતરે કૌટુંબિક ટેન્શન આપતા રહેશે, પરંતુ તમારે કોઈની વાતને દિલ પર ન લેવી જોઈએ અને ધીરજથી કામ લેવું જોઈએ. મે પછી પ્રેમ સંબંધમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે, પરંતુ તે એટલી મોટી નહીં હોય.
અભ્યાસ
વિદ્યાર્થીઓને મે સુધી સફળતાની વધુ તકો મળશે. આ સમયગાળા દરમિયાન, તમે કોઈપણ પરીક્ષામાં સફળતા પણ મેળવી શકો છો.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
