Aries Yearly Horoscope 2024: મેષ રાશિના જાતકો માટે નવા પડકારો લઈને આવશે 2024નું વર્ષ, વાંચો નવા વર્ષનું સંપૂર્ણ વાર્ષિક રાશિફળ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Wed, 27 Dec 2023 09:07 AM (IST)Updated: Wed, 27 Dec 2023 09:19 AM (IST)
aries-yearly-horoscope-2024-predictions-mesh-varshik-rashifal-rashi-bhavishya-in-gujarati

અક્ષત પંડ્યા, અમદાવાદ.
Aries Yearly Horoscope 2024 | Mesh Varshik Rashifal 2024 | Mesh Rashi Bhavishya 2024 | મેષ રાશિ વાર્ષિક રાશિફળ 2024:
2023નું વર્ષ આપણાં વચ્ચેથી વિદાઈ લઈ રહ્યું છે. 2024 હવે શરુ થશે. જ્યારે-જ્યારે નવું વર્ષ શરુ થાય ત્યારે દરેક રાશિના જાતકોને ઉત્સુકતા હોય કે આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે. મેષ રાશિના જાતકોની વાત કરીએ તો આ વર્ષ તમારા માટે શુભ રહેવાનું છે. નવી તકો અને પડકારો બંને આવવાના છે, તો ચાલો જાણીએ જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી કે આ વર્ષ મેષ રાશિના જાતકો માટે કેવું રહેશે.

ગ્રહોના ગોચર પર એક નજર
આ વર્ષે મેષ રાશિથી બારમા સ્થાનમાં રાહુ મહારાજ, તમારી રાશિમાં ગુરુ મહારાજ અને તમારી રાશિથી અગિયારમાં સ્થાનમાં શનિ મહારાજ ઉપસ્થિત રહેશે. જે ખૂબ સારા યોગ ગણી શકાય. બારમા સ્થાનમાં રાહુ હોવાથી થોડી ચિંતાઓ રહેશે અને પૈસા પણ ખૂબ વપરાશે. મે 2024 પછીનો સમય તમારા માટે શુભ રહેવાનો છે.

વ્યવસાય
વ્યવસાયની દ્રષ્ટિએ તમારું આ વર્ષ મિશ્ર રહેવાનું છે. વર્ષની શરુઆતમાં વ્યવસાય પાછળ થોડા ખર્ચા થવાના છે. નોકરિયાત વર્ગને પણ મે 2024 સુધી કોઈ નવું સાહસ ન કરવાની સલાહ છે. ધંધાદારી વર્ગને એપ્રિલ 2024 પછીનો સમય શુભ રહેશે. એકંદરે આ વર્ષ વ્યવસ્યા ક્ષેત્રે મધ્યમથી શુભ રહેવાનું છે.

આરોગ્ય
તમારી રાશિથી બારમા સ્થાનમાં રાહુ મહારાજ પરિભ્રમણ કરી રહ્યા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી, સ્વાસ્થ્ય પાછળ ખર્ચો થશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનો ખૂબ સાચવવા, તે પછીનો સમય શુભ રહેશે.

આર્થિક ક્ષેત્રે
આર્થિક ક્ષેત્રે આ વર્ષ તમારું સારુ રહેવાનું છે. વર્ષના 6 મહિના પછીનો સમય શુભ રહેશે. દેવુ કરવુ નહી કે કોઈને ઉછીના પૈસા આપવા નહીં.

લગ્ન-લગ્નજીવન
વર્ષ દરમિયાન ગુરુ તમારી રાશિમાંથી જ પસાર થઇ રહ્યા છે, ગુરુ લગ્નનો કારક ગ્રહ છે. જેના કારણે લગ્નોત્સુક જાતકોના આ વર્ષે લગ્ન થઈ શકે છે. જેઓ પરિણીત છે તેમનું લગ્નજીવન સુમેળભર્યું રહેશે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળવાના યોગ રહેલા છે.

અભ્યાસ
મેષ રાશિના વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. આ વર્ષે સારી ડિગ્રી પ્રાપ્ત કરી શકશો. કઈંક એવું નવું શિખવા મળશે કે જે તમને જીવનભર કામમાં આવી શકશે. સપ્ટેમ્બર 2024 પછીનો સમય શુભ રહેશે.

(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.