Aries Horoscope 2023: મેષ રાશિના જાતકોને કરિયરમાં અણધાર્યા ફેરફારો આવશે, ઓક્ટોબર સુધી સ્વાસ્થ્ય સંભાળવું

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Mon, 26 Dec 2022 11:19 AM (IST)Updated: Mon, 24 Jun 2024 03:41 PM (IST)
aries-yearly-horoscope-2023

અક્ષત પંડ્યા, અમદાવાદ
મેષ રાશિના જાતકો માટે આ વર્ષ (Aries Yearly Horoscope 2023)મધ્યમ બની રહેશે. કાર્યક્ષેત્રે ઘણા લાભ મળવાની સંભાવનાઓ રહેલી છે. સમગ્ર વર્ષ દરમિયાન તમારી રાશિ પરથી રાહુનું ભ્રમણ તમને કોર્ટ-કચેરી, હોસ્પિટલ, પોલીસ સ્ટેશનના દ્વાર સુધી લઈ જઈ શકે છે.

વર્ષ દરમિયાન ગ્રહોનું ગોચર (Aries Grah Transit 2023)
આ વર્ષમાં ગોચર જોવા જઈએ તો તમારા જીવનમાં અગત્યના ફેરફારો જોવા મળશે. નવા વર્ષે પહેલા જ મહિનામાં શનિ દેવ રાશિ પરિવર્તન કરવાના છે. તેઓ મકર રાશિમાંથી કુંભમાં પ્રવેશ કરતાની સાથે જ તમારી રાશિથી અગિયારમે પરિભ્રમણ કરશે. જેથી કોઈ અણધાર્યો લાભ મળી શકે છે. 22 એપ્રિલે ગુરુ પોતાની મીન રાશિ છોડીને તમારી રાશિમાં પ્રવેશ કરશે. તે સમયગાળો તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડશે. વર્ષના અંતમાં એટલે કે 30 ઓક્ટોબર 2023ના દિવસે ખૂબ મોટું પરિવર્તન એટલે કે રાહુ મહારાજ તમારી રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે. ઓક્ટોબર મહિના પછીનો સમયગાળો શુભ રહેશે.

વ્યવસાય:
આ વર્ષે નોકરી-ધંધામાં તમને વિશેષ લાભ મળવાનો છે. વિદેશ જવાની તક છે, જેના કારણે પરિવારથી દૂર રહેવું પડી શકે છે. તકો ઘણી બધી આવશે તેને ઝડપવી જોઈએ. જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીનો સમયગાળો તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ બની રહેશે. બિઝનેસ માટે કોઈ નવી જગ્યા આ વર્ષે ખરીદી કરશો.

સ્વાસ્થ્ય:
એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં ગુરુ-રાહુ ચાંડાલ યોગનું નિર્માણ થાય છે, જેથી તે સમયે સ્વાસ્થ્ય સંભાળવુ જરુરી ગણાશે. જીવનસાથીના આરોગ્ય પાછળ કોઈ મોટો ખર્ચો આવી શકે છે. ઘરમાં કોઈની માંદગીથી પૈસાનો વ્યય થશે.

લગ્ન-લગ્નજીવન:
એપ્રિલ 2023માં ગુરુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરશે, તેમનાં પ્રવેશ કર્યા બાદ લગ્ન માટે યોગ્ય ઉંમર હોવા છતા જે લોકો અપરિણિત છે, તેમના આ વર્ષે લગ્ન નક્કી થઈ શકે છે. પરિણિત લોકો માટે લગ્નજીવન સારું રહેશે.

અભ્યાસ:
વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ સારું રહેવાનું છે. તમે ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશો. ખરાબ મિત્રોની સંગતથી દૂર રહેવાની સલાહ છે. વાર્ષિક પરિક્ષામાં જ સ્વાસ્થ્ય ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું.

વિદેશ યોગ:
વિદેશ જઈને અભ્યાસ કરવા માગતા જાતકોને આ વર્ષના અંત ભાગમાં વિદેશ જવાનું થઈ શકે છે. કારણ કે રાહુ મહારાજ તમારી રાશિથી બારમાં સ્થાને પરિભ્રમણ કરવાથી વિદેશના યોગો બની રહ્યા છે. રાહુ મહારાજ 30 ઓક્ટોબરે મીન રાશિમાં આવશે.

ખાસ નોંધ- આ વાર્ષિક ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર હોઈ શકે છે.

(તમને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપશે ગુજરાતી જાગરણ, અમને તમારી સમસ્યા તમારા જન્મની વિગતો સાથે [નામ -જન્મતારીખ-સ્થળ-સમય] આ ઈમેઈલ ID પર મોકલી આપો. E mail- jagrangujarati@jagrannewmedia.com )

આ પણ વાંચો:

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી.