અક્ષત પંડ્યા, અમદાવાદ.
Cancer Yearly Horoscope 2024 | Kark Varshik Rashifal 2024 | Kark Rashi Bhavishya 2024: કર્ક રાશિના જાતકો માટે નવુ વર્ષ 2024 શુભ રહેવાનું છે. શનિદેવની નાની પનોતી ચાલતી હોવાથી દરેક બાબતમાં થોડો સંઘર્ષ તો જોવા મળશે પણ સાથે-સાથે અમુક ગ્રહોની શુભ સ્થિતિ હોવાથી શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આવો જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી જાણીએ કે કર્ક રાશિના જાતકોને આ વર્ષ કેવું રહેવાનું છે.
ગ્રહોના ગોચર પર એક નજર
ગ્રહોના ગોચરની વાત કરીએ તો શનિ મહારાજ તમારી રાશિથી આઠમા સ્થાનમાં પસાર થઈ રહ્યા છે. ગુરુ મહારાજ તમારી રાશિથી દસમા સ્થાનમાં પસાર થઈ રહ્યા છે અને રાહુ મહારાજ નવમાં એટલે કે ભાગ્ય સ્થાનમાંથી ગોચર કરી રહ્યા છે તો આ વર્ષે સ્વાસ્થ્ય સંભાળવુ જરુરી બનશે અને કાર્યક્ષેત્રે પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થાય તેવા યોગ બની રહ્યા છે.
વ્યવસાય
કર્ક રાશિના જાતકોને 2024માં વ્યવસાયક્ષેત્રે શુભ પરિણામ પ્રાપ્ત થશે. મે 2024 પછીનો સમય શુભ રહેશે. નવું સાહસ કરીને તમે ખૂબ નામ કમાશો. નોકરીયાત વર્ગને એપ્રિલ 2024 પછીનો સમય શુભ રહેશે.
સ્વાસ્થ્ય
આઠમા સ્થાનેથી શનિદેવ પસાર થઈ રહ્યા હોવાથી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. હૃદયરોગ, આંખના રોગ જેવા રોગ થઈ શકે છે. ગુસ્સો આવશે જેનાથી માનસિક શાંતિ થોડી ભંગ થઈ શકે છે.
લગ્ન-લગ્નજીવન
વર્ષ દરમિયાન લગ્નજીવન શુભ રહેવાનું છે. જીવનસાથી પર વધુ ગુસ્સો ન કરવો. અપરિણીત જાતકો માટે એપ્રિલ 2024 સુધી રાહ જોવી પડશે ત્યાર પછી લગ્નના યોગો સર્જાય રહ્યા છે.
અભ્યાસ
વિદ્યાર્થીમિત્રો માટે આ વર્ષ નોંધનીય રહેવાનું છે. વર્ષની શરુઆતમાં બુધ તમારી રાશિથી પંચમ સ્થાનમાં ગતિ કરશે, બુધ બુદ્ધિનો કારક હોવાથી વર્ષ દરમિયાન અભ્યાસ સારો રહેશે. કોમર્સ, મેનેજમેન્ટ, it સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ ખૂબ સફળ થશે.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
