અક્ષત પંડ્યા, અમદાવાદ.
Taurus Yearly Horoscope 2024 | Vrushabh Varshik Rashifal 2024 | Vrushabh Rashi Bhavishya 2024: વૃષભ રાશિના જાતકો માટે 2024નું વર્ષ ખૂબ જ રાહત લઈને આવી રહ્યું છે. 2023થી તમે જે સહન કરી રહ્યા હતા તેનું પરિણામ તમને 2024માં જોવા મળશે. એક બોજ માથા પરથી ઉતરી ગયો હોય તેનો તમને અનુભવ થશે. આવો જ્યોતિષાચાર્ય અક્ષત પંડ્યા પાસેથી વિસ્તૃતમાં જાણીએ કે આ નવું વર્ષ તમારા માટે કેવું રહેશે.
2024માં વર્ષ દરમિયાન ગ્રહોનું ગોચર
વૃષભ રાશિના ગ્રહોનું વાત કરીએ તો તમારી રાશિથી બારમા સ્થાનમાં એટલે કે મેષ રાશિમાં ગુરુ મહારાજ, અગિયારમાં સ્થાનમાં મીન રાશિમાં રાહુ મહારાજ અને દસમા સ્થાનમાં એટલે કે કુંભ રાશિમાંથી શનિ મહારાજ પરિભ્રમણ કરશે.
મે 2024 પછી ગુરુ મહારાજ તમારી રાશિમાં આવવાના છે, જેથી આ પછીનો સમય તમારા માટે શુભ ગણી શકાય.
વ્યવસાય
વ્યવસાય ક્ષેત્રે 2024નું વર્ષ તમારા માટે ખૂબ જ સારુ રહેવાનું છે. મે 2024 પછી તમે વ્યવસાય પાછળ શુભ ખર્ચો કરશો અને ધંધાર્થે વિદેશ પ્રવાસ પણ શક્ય બનશે. નવા-નવા વેપારીઓ સાથે તમારી મુલાકાત થશે અને તેના સાથે સંબંધો વધુ ગાઢ બનશે.
આરોગ્ય
આરોગ્યની દ્રષ્ટિએ 2024નું વર્ષ તમારું ખૂબ જ શુભ રહેવાનું છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી 2024 દરમિયાન ધ્યાન રાખવું જરુરી બાકીનું વર્ષ સ્વાસ્થ્ય ક્ષેત્રે મધ્યમથી શુભ રહેશે. કફ -પિત્ત સંબંધિત રોગો ન થાય તેનું ધ્યાન રાખવું.
આર્થિક ક્ષેત્ર
આર્થિક ક્ષેત્રે તમારું આ વર્ષ શુભ છે. નવેમ્બર 2024 સુધી કોઈ વાંધો આવશે નહીં. કોઈ અણધાર્યો લાભ તમને પ્રાપ્ત થશે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય.
લગ્ન-લગ્નજીવન
લગ્નજીવન માટે આ વર્ષ ઉત્તમ છે, ઘરમાં નવા મહેમાનનું સ્વાગત કરી શકો છો. અપરિણીતો માટે લગ્નના માગા આવી શકે છે અને એપ્રિલ 2024 પછી લગ્ન નક્કી પણ થઈ શકે છે.
અભ્યાસ
વિદ્યાર્થી મિત્રો માટે આ વર્ષ ખૂબ જ શુભ રહેવાનું છે. વર્ષના વચ્ચેના ભાગ એટલે કે ઓગસ્ટથી જુલાઈ દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, તેના કારણે વર્ષ બગડી શકે છે. ગુરુની માળા કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થશે.
(આ ફળકથન તમારી ચંદ્ર રાશિ પરથી કરવામાં આવ્યું છે, તમારી અંગત કુંડળી પ્રમાણે આ ફળકથનમાં ફેરફાર થઈ શકે છે)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતું નથી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
