Winter Foods: લાજવાબ સ્વાદ અને ભરપુર પોષક તત્વોનો સંગમ છે શિયાળા માટેના આ 'સુપરફૂડ્સ', ડાયટમાં સામેલ કરવાથી બચી જશે દવાખાનાનો ખર્ચો

આથી શિયાળામાં તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત રહે તે ખૂબ જ જરૂરી છે. અમે શિયાળા માટે કેટલીક વિશેષ વાનગી લઈને આવ્યા છીએ, જે સ્વાદિષ્ટ હોવા સાથે જ તમારી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 15 Nov 2024 09:03 PM (IST)Updated: Fri 15 Nov 2024 09:03 PM (IST)
winter-superfoods-for-boost-your-immunity-429146
HIGHLIGHTS
  • ઠંડીની સિઝનમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે

Winter Foods: ધીમા પગલે શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે અને આગામી સમયમાં ઠંડીનો જોર વધવાનું છે. જેના કારણે શરદી, ઉધરસ અને શ્વાસ સબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે, કારણ કે આ સિઝનમાં આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આથી શિયાળામાં તમારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત રહે તે ખૂબ જ જરૂરી છે. એવામાં અમે શિયાળા માટે કેટલીક વિશેષ વાનગી લઈને આવ્યા છીએ, જે સ્વાદિષ્ટ હોવા સાથે જ તમારી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવશે.

સરસવનું શાક
શિયાળાની સિઝન શરૂ થતાં જ માર્કેટ દરેક પ્રકારના લીલા શાકભાજીથી ઉભરાઈ જાય છે. એમાં પણ પંજાબનું પોપ્યુલર ફૂડ ગણાતું સરસવનું શાક સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. સરસવમાં વિટામિન, મિનરલ, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં સરસવના શાકનું સેવન કરવાથી પાચન તંત્ર સુધરે છે, હાડકા મજબૂત બને છે તેમજ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટવાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે.

મેથી
સ્વાસ્થ્ય માટે પોષક તત્વોથી ભરપુર મેથીને ડાયટમાં અનેક રીતે સામેલ કરી શકાય છે. જેમ કે મેથીના ઢેબરા, મેથીનું શાક, મેથીના ભજીયા અને મેથીનું શૂપ. મેથીમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને આયરન જેવા પોષક તત્વો મળી આવે છે. શિયાળામાં મેથીનું સેવન તમને શરદી જેવી સિઝનલ બીમારીથી બચાવે છે. આ ઉપરાંત મેથીમાં રહેલા પોષક તત્વો બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

ગુંદરના લાડુ
શિયાળામાં સ્વસ્થ રહેવા માટે તમે ગુંદરના લાડુ ખાઈ શકો છો. ગુંદરના લાડુથી તમે આખો દિવસ એનર્જીથી ભરપુર રહેશો અને લાંબા સમય સુધી તમારું પેટ પણ ભરેલું રહે છે. આ સાથે જ ગુંદર તમારી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. ગુંદરના લાડુ સરળતાથી પચી જાય તેમ હોવાથી તમે તેને રાતે પણ ખાઈ શકો છો.

ગાજરનો હલવો
શિયાળાની કાતિલ ઠંડીમાં શરીરને ગરમી આપવા માટે વધારે તાકાતની જરૂર પડે છે. ઠંડીની સિઝનમાં એક મીઠાઈ એવી પણ છે, જે સ્વાદમાં તો લાજવાબ હોય જ છે. આ સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ નીવડે છે, અને એ છે ગાજરનો હલવો. ગાજરમાં વિટામિન, ખનીજ અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે તમારી ઈમ્યુનિટી મજબૂત બનાવે છે, જેના કારણે તમે ઈન્ફેક્શનથી બચી શકો છો. આ સાથે જ ગાજર વાળ, સ્કિન અને હાડકા માટે પણ હિતકારી છે.