Dungli Na Bhajiya Recipe: કાંદાના ટીકડી ભજીયા ખાધા છે? આ રહી સરળ રેસિપી

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 04 Jan 2024 06:26 PM (IST)Updated: Thu 04 Jan 2024 06:26 PM (IST)
kanda-tikdi-bhajiya-recipe-how-to-make-crispy-onion-pakoda-at-home-261171

Kanda Tikdi Bhajiya Recipe: ભજીયા તો બધાને ખાવા ગમતા હોય છે. દરેક સિઝનમાં ભજીયા ખાવાની મજાજ કંઈક અલગ છે. આમાં કાંદાના ટિકડી ભજીયાની વાત આવે તો પુછવું જ છું. ચાલો ડુંગળીના ટીકડી ભજીયા કેવી રીતે બનાવવા તેની રેસિપી જોઈએ.

સામગ્રી

  • નાની વાટકી ચણાનો લોટ.
  • ચાર ચમચી ચોખાનો લોટ
  • 3 ડુંગળી
  • 2 મરચા
  • 2 ચમચી તલ
  • તેલ
  • કોથમરી
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર
  • અજમો
  • ધાણાજીરું પાવડર
  • લાલ ચટણી
  • ખાવાનો સોડા
  • લીંબુનો રસ

બનાવવાની રીત

  • સૌ પ્રથમ ડુંગળીને લાંબા-જીણા પતિકામાં સમારી લો.
  • પછી લીલા મરચાને જીણા સમારી લો.
  • પછી એક મોટા બાઉલમાં ડુંગળી, મરચા, સમારેલી કોથમરી મિક્સ કરો.
  • તેમા મીઠું, અજમો, લાલ ચટણી, હળદર, ધાણાજીરું, તલ ઉમેરી બરાબર મિક્સ કરો.
  • હવે તેમા ચોખાનો લોટ, ચમાનો લોટ મિક્સ કરો. તેમા થોડું પાણી ઉમેરી મિક્સ કરો. જરૂર જણાય તો લોટ ઉમેરી શકો છો જેથી ડુંગળીમાં લોટ બરાબર કવર થઈ જાય. પછી લીંબુનો રસ ઉમેરો.
  • હવે આ બેટર ભજીયા બનાવવા માટે તૈયાર છે.
  • તમે તવા પર તેલ મૂકી પુડલાની જેમ બનાવી શકો છો.
  • મીડિયમ ગેસ પર તેને શેકી શકો છો.
  • એક મીનિટ પછી તેને ફરવતા રહો અને તેલ ઉમેરતા રહો.
  • એકદમ શેકાય ગયા પછી તેને કાઢી લો.
  • હવે ચટણી સાથે પીરશો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.