Hair Care Tips: સુંદર દેખાવા માટે ત્વચાની સાથે - સાથે વાળને પણ હેલ્ધી રાખવા જરુરી છે. શિયાળો આવતાની સાથે જ માત્ર ડ્રાય સ્કિનની જ નહીં પરંતુ ફિર્ઝી વાળની સમસ્યા પણ આપણને પરેશાન કરે છે. ઠંડા પવન અને વધતા પ્રદૂષણને કારણે માથાની સ્કિન પર ગંદકી જમા થવા લાગે છે અને વાળ ડ્રાય થવા લાગે છે. જેના કારણે ડેન્ડ્રફ થવા લાગે છે . વાળ સારા દેખાતા હોવા છતાં તેની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ છે.
યોગ્ય શેમ્પૂ અને કન્ડિશનર
હાર્ડ શેમ્પૂથી વાળ ધોવા નહીં. સલ્ફેટ અને પેરોબેન ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. શેમ્પૂનો પણ ઓછો ઉપયોગ કરો અને કન્ડિશનર પણ કરો. તે તમારા વાળને હાઈડ્રેટેડ રાખે છે. માત્ર પાંચ મિનિટનો સમય કાઢીને કન્ડિશનર લગાવો. તે તમારા વાળને મોઈશ્ચરાઈઝર કરે છે અને વાળના બાહ્ય પડને
નુકસાન થવાથી બચાવે છે.
વધારે ગરમ પાણીનો ઉપયોગ ન કરો
ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીર અને વાળમાંથી ભેજ દૂર થાય છે. આવી સ્થિતિમાં ત્વચા અને વાળ બંને ડ્રાય થઈ જાય છે. તેથી તમારે નવશેકા પાણીથી સ્નાન કરવું જોઈએ અને તે પણ માત્ર સાતથી આઠ મિનિટ માટે. સ્નાન કરવામાં વધારે સમય ન લેવો જોઈએ.
વાળમાં તેલ લગાવવું
વાળમાં તેલ લગાવવું સારું છે. પરંતુ શેમ્પૂ કરવાના 1-2 કલાક પહેલા જ વાળમાં તેલ લગાવવું જોઈએ. કારણ કે રાત્રે તેલ લગાવવું અને સવારે શેમ્પૂ કરવું તે વાળ માટે સારું નથી. આમ કરવાથી મૂળ નબળાં પડી જાય છે અને વાળ તૂટવા લાગે છે.
રોજ વાળ ન ધોવો
શિયાળાની ઋતુમાં દરરોજ વાળ ધોવાથી વાળમાંથી કુદરતી ઓઈલ દૂર થઈ શકે છે, જેના કારણે તમારા વાળ ડ્રાય થઈ જાય છે. તેથી શિયાળામાં તમારે તમારા વાળ અઠવાડિયામાં માત્ર 2 વાર ધોવા જોઈએ
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરોફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો.