Face Pack: કોરિયન અને ચીની મહિલાઓ તેમની ચમકતી ત્વચા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. સમગ્ર વિશ્વની મહિલાઓ તેમના જેવી ત્વચા બનાવવાની ઇચ્છા ધરાવે છે. કોરિયન મહિલાઓ તેમની સુંદરતા વધારવા માટે ચોખાનો ઉપયોગ કરે છે. સુંદરતાને નિખારવા માટે ચોખાના માઢનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને બપોરના વધેલા ભાતમાંથી બનેલા ફેસપેક વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમારી ત્વચાની સુંદરતાને વધારવા તમારી મદદ કરશે.
આ રીતે બનાવો ફેસપેક
આ માટે બપોરના વધેલા ભાતને મિક્સરમાં પીસી લો. એક બાઉલમાં ત્રણ ચમચી મિક્સરમાં પીસેલું મિશ્રણ, બે ચમચી મધ અને એક ચમચી દૂધ મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી સ્વસ્થ પાણીથી ધોઈ લો.
ડ્રાઈ સ્કીન માટે ફેસપેક
અડધા કપ બાફેલા ચોખામાં બે ચમચી તજનો પાવડર અને એક ચમચી ગ્લિસરિન મિક્સ કરો. તેને ચહેરા પર લગાવો, 10 મિનિટ પછી ચહેરાને ધોઇ લો.
ઓઈલી સ્કીન માટે ફેસપેક
ઓઈલી સ્કીન માટે ફેસપેક બનાવવા માટે ભાતમાં મધ, દહીં, ગુલાબજળ જેવી વસ્તુઓને ભેળવી શકો છો. તે સ્કીનને મોઇશ્ચરને નુકસાન પહોંચાડ્યા વગર એક્સિસ ઓઇલને રિમૂવ કરવામાં મદદ કરશે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.