1st-anniversary-special-celebration Banner

મહાનુભાવોના શુભેચ્છા સંદેશ

  • રમેશભાઈ ઓઝા
    ભાગવત કથાકાર
    રમેશભાઈ ઓઝા

    કૃષ્ણમ વંદે જગદગુરુ નમસ્કાર. ગુજરાતી જાગરણ એક મહત્વનું ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યું છે. ત્રણ વર્ષ પૂર્ણ કરી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત, ગુજરાતી ભાષા અને ગુજરાતીતા ગુજરાતીપણું આ બધાની રક્ષા થાય અને જે કંઈ સમાચાર આપવામાં આવે એમાં સત્ય હોય, એમાં શિવ એટલે કલ્યાણકારી તત્ત્વ હોય અને એ સુંદર ઢંગથી પ્રસ્તુત કરવામાં આવે અને સત્યમ શિવમ સુંદરમની જે અવધારણા છે આપણી સાંસ્કૃતિક અવધારણા એને ચરિતાર્થ કરવામાં ગુજરાત જાગરણ પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને ભજવતું રહે એવી શુભકામના. ગુજરાત અને ગુજરાતની બહાર વસતા બધા ગુજરાતી ભાષા ભાષીઓ અથવા તો ગુજરાતી પ્રેમીઓ એ સૌને એનો લાભ મળે અને શાસન પ્રશાસન અને જનતાના જાગરણમાં સતત ગુજરાતી જાગરણ એક મહત્વના ડિજિટલ પ્લેટફોર્મ તરીકે પોતાની ભૂમિકા બજાવતું રહે એવી હૃદયપૂર્વકની શુભકામના નમસ્કાર.

  • મુકેશ ખન્ના
    બોલિવૂડ એક્ટર
    મુકેશ ખન્ના

    જાગરણ ગુજરાતનું એક જાણીતું નામ છે. તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. તેઓ સપ્ટેમ્બરમાં ત્રણ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે અને તેઓ કહે છે કે તેઓ ડિજિટલ મીડિયામાં ચોથા નંબરે છે. હું મારા તરફથી અને ભીષ્મ પિતામહ વતી આ ચેનલને આશીર્વાદ આપીશ. તમે સફળ થાઓ, પુત્ર સફળ થાઓ, આગળ વધો અને સારું કન્ટેન્ટ લાવો. સારું રિપોર્ટિંગ કરો. હું આજના રિપોર્ટિંગથી હંમેશા કંટાળી ગયો છું. તો જાગરણ ખરેખર તમને જાગરણને જાગૃત કરી રહ્યું છે. અને સારું પ્રદર્શન આપો. તેથી મારી બધી શુભેચ્છાઓ તેમની સાથે છે. તમે અત્યારે જે કરી રહ્યા છો તેના કરતાં વધુ સારું પ્રદર્શન કરો.

  • દિપક તિજોરી
    બોલિવૂૂડ એક્ટર
    દિપક તિજોરી

    નમસ્તે, હું દીપક તિજોરી છું અને આજે હું તમારી સામે આવ્યો છું કારણ કે હું તમને કહેવા માંગુ છું કે ગુજરાતી જાગરણ 9 સપ્ટેમ્બરના રોજ તેના ત્રણ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને આજે તે ડિજિટલ દુનિયામાં ચોથા ક્રમે છે. તો આખી ટીમને મારી શુભેચ્છાઓ અને હું ઈચ્છું છું કે તમે બધા પણ તેની પ્રશંસા કરો અને તેને ખૂબ પ્રેમ આપો.

  • દિવ્યા ચૌધરી
    ગુજરાતી સિંગર
    દિવ્યા ચૌધરી

    "નમસ્કાર હું છું દિવ્યા ચૌધરી અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને ચોથા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો એમની આખી ટીમને હું દિવ્યા ચૌધરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ડિજિટલ મીડિયાની દુનિયામાં પોતે ચોથા ક્રમે આવે છે તો આ મહેનત એમની સફળ બની છે તો એ બાબતે પણ આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને આવી જ રીતે સાચા ન્યુઝ લોકો સુધી પહોંચાડો અને બસ આવી જ રીતે ખૂબ આગળ વધો એવી શુભકામનાઓ જય માતાજી.

  • ગીતા રબારી
    ગુુજરાતી સિંગર
    ગીતા રબારી

    "નમસ્કાર. હું ગીતા રબારી ગુજરાતી જાગરણને ગુજરાતમાં ત્રણ વર્ષ સફળતાના પૂર્ણ થયા છે તો એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. આમ જ લોકો સુધી દરેક ન્યુઝ પહોંચાડતા રહો આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.

  • ચેતન દૈયા
    ગુજરાતી એક્ટર
    ચેતન દૈયા

    હેલો નમસ્કાર કેમ છો હું છું ચેતન દૈયા ગુજરાતી જાગરણ ઓટીટી એટલે એપ જે છે એને આજે ત્રણ વર્ષ પૂરા થયા છે અને ચોથા વર્ષમાં પ્રવેશ કરે છે. હું કલાકાર તરીકે એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું અને આ ચારના 400 વર્ષ થાય એવી અંતરથી શુભકામનાઓ થેન્ક્યુ.

  • હેમાંગ દવે
    ગુજરાતી એક્ટર
    હેમાંગ દવે

    નમસ્કાર હું છું હેવાંગ દવે અને ગુજરાતી જાગરણને ગુજરાતમાં થઈ રહ્યા છે ત્રણ વર્ષ પૂરા 9મી સપ્ટેમ્બરે. તો મારા વતી ખૂબ બધી શુભકામનાઓ થેન્ક્યુ.

  • ગ્રેન્સી કનેરિયા
    ગુજરાતી એક્ટ્રેસ
    ગ્રેન્સી કનેરિયા

    હાય આઈ એમ ગ્રેન્સી કનેરિયા. આજે ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો હેપ્પી એનિવર્સરી ટુ યુ. ગુજરાતી જાગરણ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બસ આવી રીતે જ સમાચારો બધાને પહોંચાડતા રહો અને ધીમે ધીમે આખી દુનિયાને પહોંચડતા રહો એવી મારી શુભેચ્છાઓ છે.

  • આર પી પટેલ
    પ્રમુખ વિશ્વ ઉમિયા ધામ
    આર પી પટેલ

    આજે મને કહેતા આનંદ થાય છે કે દૈનિક જાગરણનું ગુજરાતી જાગરણમાં 9મી સપ્ટેમ્બરે ત્રણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે ત્રણ વર્ષની અંદર ગુજરાતી જાગરણે જે પ્રમાણે દૈનિક જાગરણને ઉજાગર કર્યું છે તે ખરેખર અભિનંદનીય છે દરેક સમાચારની સચોટતા સાથે સત્યની સાથે રહીને દૈનિક જાગરણ ગુજરાતીએ જે પ્રમાણે પોતાની વિશ્વાસનીયતા ઊભી કરી છે એના માટે આજે મને અભિનંદન આપતા ખૂબ જ આનંદની લાગણી થાય છે કહી શકાય કે ડિજિટલ મીડિયામાં ચોથા નંબરે રહેલું આ દૈનિક જાગરણ એ ખરેખર એક વિશ્વાસ સાથેના સમાચાર પૂરા દેશની અંદર જે પ્રમાણે પ્રસારિત કરી રહેલ છે અને એનું ગુજરાતી જાગરણ જ્યારે ગુજરાતની અંદર ત્રણ વર્ષ પૂરા કરતું હોય ત્યારે એ સમગ્ર ટીમને અને એના તમામ સંચાલકોને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સમગ્ર ટ્રસ્ટીઓની ટીમ અને સમગ્ર કાર્યકર્તાઓ આ દૈનિક જાગરણના ગુજરાતી જાગરણને ત્રણ વર્ષ પૂરા થવાની સાથે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને આવનાર દિવસમાં વધુમાં વધુ સફળતા પ્રાપ્ત કરે અને ખૂબ સારો વિશ્વાસ પ્રજાનો મેળવીને એક નિડર પત્રકાર તરીકે એક નિડર અખબાર તરીકે એક નિડરતા સાથે સત્યની સાથે રહીને જે કઈ સમાજ પ્રજાના હિતમાં હોય પણ સત્ય હોય એ પ્રકારના કાર્યમાં હંમેશા સફળ બને તેવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. અને ફરી એક વખત સમગ્ર ટીમમાં જે કોઈ મિત્રોએ આ કાર્ય કરીને આ દૈનિક જાગરણને આ તબક્કા સુધી લાવવામાં પોતાનું તન મન અને ધન જેમને આપ્યું છે એવા દરેક મિત્રોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

  • કુંવરજી બાવળિયા
    ગુજરાત સરકારમાં પાણી પુરવઠા, જળ સંસાધન, અન્ન નાગરિક પુરવઠા, પશુપાલન, ગ્રામીણ ગૃહ નિર્માણના કેબિનેટ મંત્રી
    કુંવરજી બાવળિયા

    પ્રિય ગુજરાતી જાગરણ ન્યુઝ ટીમ, તમારી વેબસાઇટના ત્રણ વર્ષની શાનદાર સફર પૂર્ણ થવા જઈ રહી છે તે બદલ અને ટોપ પાંચ ન્યુઝ વેબસાઇટમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ હું એક હૃદયથી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે અભિનંદન પણ આપું છું. એટલા માટે કે હંમેશા લોક જાગૃતિનું કામ આ ચેનલના માધ્યમથી થઈ રહ્યું છે. આ ચેનલની એટલે તમારી નિષ્ઠા, સખત મહેનત અને એની સાથે સાથે સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા એ ગુજરાતી જાગરણ ન્યુઝને ગુજરાતી ખાસ કરીને શુભેચ્છકો હોય, પાઠકો હોય એના હૃદય વિશેષ સાથે તમે બધાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં પણ જે રીતે ખાસ કરીને આ ચેનલના માધ્યમથી લોક જાગૃતિનું કાર્ય, એ ઉપરાંત રાજ્ય સરકારની હોય કે લોક પ્રશ્નોને સાચા પ્રશ્નોને વાંચા આપવાનું કામ હંમેશા આ ચેનલના માધ્યમથી થતું રહ્યું છે અને એ ગુણવત્તાસભર હંમેશા સમાચારો અને ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચતા રહ્યા છે અને એને ધ્યાનમાં રાખીને ફરી હું આપણી આખી પ્રિય ગુજરાતી જાગરણ ન્યુઝ ચેનલના ટીમના બધા જ મિત્રોને મારી હાર્ટલી શુભેચ્છા પાઠવું છું. ખૂબ આગળ વધો અને હંમેશા સત્યની સાથે, લોકોના પ્રશ્નોને વાંચા આપવાની સાથે, લોકોના હૃદયમાં સ્થાન આ ચેનલે પ્રાપ્ત કર્યું છે, એમાં આગળ વધો એવી મારી શુભેચ્છા.

  • ઋષિકેશ પટેલ
    ગુજરાત રાજ્ય સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી
    ઋષિકેશ પટેલ

    દૈનિક જાગરણનું ગુજરાતી જાગરણ, ડિજિટલને ત્રણ વર્ષ પૂરા કરી અને ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્રણ વર્ષની એની કામગીરી અને ચોથા વર્ષમાં સફળતાપૂર્વક એનો પ્રવેશ એ ડિજિટલ માધ્યમ દ્વારા સમાચાર અને સમાચાર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું જે પ્રશંસનીય કામ એમના તરફથી થઈ રહ્યું છે, ખૂબ ખૂબ અભિનંદન. તમામે તમામ ડિજિટલ જાગરણના કર્મચારીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાથે સાતત્યપૂર્ણ રીતે જે રીતે સમાચાર સકારાત્મક લોકો સુધી પહોંચાડવાનું કામ અને લોક પ્રશ્નો પણ યોગ્ય માધ્યમો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે, એમને ખૂબ ખૂબ હું અભિનંદન પણ આપું છું અને ચોથા વર્ષમાં પણ એમની આજ યાત્રા સફળતાપૂર્વક ચાલુ રહે એવી શુભેચ્છાઓ આપું છું.

  • પ્રફુલ પાનશેરીયા
    ઉચ્ચ શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યમંત્રી
    પ્રફુલ પાનશેરીયા

    નમસ્કાર ગુજરાતી જાગરણ ન્યુઝ છેલ્લા ત્રણ વર્ષથી સતત વેબસાઈટ ન્યુઝ ચેનલમાં નિષ્ઠા, ન્યાય, અંત્યોદય સુધીની સુવિધા પૂરી પાડવા માટે એમની ટીમ અથાક પ્રયત્ન કરી રહી છે, ત્યારે હું એમને ત્રણ વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. ટોપ પાંચ વેબસાઈટ ન્યુઝ ચેનલમાં એમનું સ્થાન પ્રાપ્ત થયું છે, એ જ સૂચવે છે કે એમણે પત્રકાર દાયિત્વ નિભાવીને સમાજના વંચિત લોકોને ન્યાય આપવાનું, અન્યાય સામે અવાજ ઉઠાવીને ન્યાય અપાવાનું, અનેક પ્રકારની યોજનાઓથી વંચિત રહેલા લોકોને એનો લાભ અપાવો વગેરેનું સમાજ નિર્માણનું એક મીડિયા દ્વારા આ કામ થઈ રહ્યું છે, ત્યારે ખરેખર મીડિયા પણ એક સમાજનું વિકાસ માટેનો ખૂબ મહત્વનો રોલ હોય છે. એમાંની ગુજરાતી જાગરણ ન્યુઝ વેબસાઇટ ચેનલે જે ત્રણ વર્ષથી ભગીરથ પ્રયાસ કર્યા છે, એમના તમામ પત્રકાર મિત્રો અને એમની ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું.

  • પરિમલ નથવાણી
    ડિરેક્ટર, કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ
    પરિમલ નથવાણી

    ભારતના અગ્રણી મીડિયા સમૂહ જાગરણ ન્યૂ મીડિયાના ગુજરાતી પોર્ટલ GujaratiJagran.comને ત્રણ વર્ષની શાનદાર સફર પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન. આપની નિષ્ઠા, સખત મહેનત અને પ્રતિબદ્ધતા થકી ગુજરાતી જાગરણ ન્યૂઝ પોર્ટલે ગુજરાતી વાચકોના હ્રદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરવાની સાથે-સાથે ટોચની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટમાં સ્થાન હાંસલ કર્યું તે પ્રશંસનીય છે. ગુણવત્તાયુક્ત પત્રકારત્વ થકી લોકોના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવે તે લક્ષ્યપ્રાપ્તિ માટે ઉત્સાહ અને સમર્પણ સાથે કાર્યરત રહીને નવી ઊંચાઈઓ સર કરો. તેવી શુભકામનાઓ!

  • જગદીશ વિશ્વકર્મા
    રાજ્યકક્ષાના મંત્રી, સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો)
    જગદીશ વિશ્વકર્મા

    જનતંત્રમાં નિષ્પક્ષ અને પ્રમાણિકપણે પ્રકાશિત સમાચારો જનચેતના માટેનું મહત્વપૂર્ણ માધ્યમ છે. છેવાડાના માનવી સુધી સરકારની વિકાસલક્ષી યોજનાઓ પહોંચાડવામાં મીડિયાની પ્રભાવશાળી ભૂમિકા રહી છે. જન જનને તથ્યોથી અવગત કરાવવામાં અને જનસંવેદનાને વાચા આપવા માટે ગુજરાતી જાગરણ ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. ગુજરાતી જાગરણ ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ 3 વર્ષ પૂર્ણ કરી વાચકોમાં લોકપ્રિય બન્યું છે. આપ સૌ માટે પત્રકારત્વક્ષેત્રની ઉજ્જવળતા અને લોકકલ્યાણ આદર્શ તથા રાષ્ટ્ર સેવાનો સાચો પથદર્શક બની રહી સફળ નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ સાથે સર્વેને અભિનંદન પાઠવું છું.

  • ઇસુદાન ગઢવી
    પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી, ગુજરાત
    ઇસુદાન ગઢવી

    ગુજરાતી જાગરણના ૩ વર્ષ પૂરાં થવાના આ અવસરે હું દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ગુજરાતી જાગરણએ ટૂંકા ગાળામાં જ સમાચાર જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને વાચકોનો વિશ્વાસ જીત્યો છે. મને આનંદ છે કે ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષા અને સમાજના પ્રશ્નોને ઉજાગર કરવામાં તમે અગ્રેસર રહ્યા છો. સત્ય અને નિષ્પક્ષ પત્રકારિતાના માર્ગ પર આગળ વધતા રહો તેવી પ્રાર્થના. ગુજરાતના પ્રત્યેક નાગરિકના હિત માટે તમારી કલમ હંમેશા મજબૂત બની રહે, એ જ મારી શુભકામના છે.

  • બલવંતસિંહ રાજપુત
    કેબિનેટ મંત્રી, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોધોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર.
    બલવંતસિંહ રાજપુત

    ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મ “ગુજરાતી જાગરણ” ને ત્રણ વર્ષની યાત્રા પૂર્ણ કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવું છું. વર્તમાન સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ મારફતે પ્રચાર-પ્રસાર અને વપરાશકારોને સરકારી યોજનાઓ, સહાય વિશેની સચોટ માહિતી અને નિષ્પક્ષ સમાચાર લોકો સુધી પહોંચાડવામાં ગુજરાતી જાગરણ દ્વારા પ્રયત્ન થયા છે. આ ઉપરાંત સમયાંતરે જનજાગૃતિ, લોકશિક્ષણ, મનોરંજન જેવી બાબતોમાં માહિતીસભર ભાથું પીરસીને હકારાત્મક લોકમાનસનું ઘડતર કરે છે. “ગુજરાતી જાગરણ” ઉત્તરોત્તર સફળતાઓ સાથે ખૂબ નામના મેળવે તેવી અભ્યર્થના સહ આ ડિજિટલ ન્યુઝ પ્લેટફોર્મની સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું.

  • સી.આર.પાટીલ
    કેન્દ્રિય જળશક્તિમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ(ગુજરાત)
    સી.આર.પાટીલ

    ભારત સતત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે ત્યારે રાષ્ટ્ર ઘડતરમાં મીડિયા એક આધારસ્તંભ છે. આપના ડિજીટલ ન્યૂઝ પ્લેટફોર્મ "ગુજરાતી જાગરણ" ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશના સમાચાર સાંભળી આનંદ આવ્યો. લોકશાહી સર્વોત્તમ શાસન પદ્ધતિ છે. રોજબરોજની સાંપ્રત ઘટનાઓને આપના માધ્યમથી સચોટ માહિતી દેશના છેવાડાના માનવી સુધી પહોંચે તેવી આશા છે અને આપની ચેનલના માધ્યમથી સરકારની કલ્યાણકારી યોજનાઓ ગુજરાતનાં જન-જન સુધી પહોંચે તેમજ લાભાન્વિતોને દરેક યોજનાઓના લાભમળે તેવા સંદેશ સાથે હાર્દિક શુભકામનાઓ સહ ખૂબ ખૂબ અભિનંદન..