શ્વાસ સંબંધી રોગોમાં નેબ્યુલાઇઝરનો ઉપયોગ સામાન્ય છે, પરંતુ તેના સતત ઉપયોગથી ગંભીર નુકસાન થઈ શકે છે. તો ચાલો તેના 7 ગંભીર નુકસાન વિશે જાણીએ, જેથી આપને સાચી માહિતી મળી રહે.
કેટલીક દવાઓ સાથે નેબ્યુલાઇઝરનો સતત ઉપયોગ માથાનો દુખાવો, બેચેની અને અનિદ્રા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
લાંબા સમય સુધી નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરવાથી દર્દી ધીમે-ધીમે દવાઓ પર વધુ નિર્ભર બની જાય છે.
જો નેબ્યુલાઇઝરને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે, તો તેમાં બેક્ટેરિયા અને ફૂગ વિકસી શકે છે, જેનાથી ઈન્ફેક્શનનું જોખમ વધે છે.
નેબ્યુલાઇઝરના સતત ઉપયોગથી ગળું અને મોઢું સૂકાઈ જવું તેમજ તેમાં બળતરાનો અહેસાસ થઈ શકે છે.
નાના બાળકોમાં નેબ્યુલાઈઝરનો વારંવાર ઉપયોગ તેમના શ્વસનતંત્ર પર દબાણ લાવી શકે છે . જે લાંબા ગાળે બાળકો માટે ખૂબ હાનિકારક નીવડે છે.
નેબ્યુલાઇઝરની કેટલીક દવાઓ હૃદયના ધબકારાને અસામાન્ય રીતે વધારી શકે છે. જે હૃદયના દર્દીઓ માટે જોખમી બની શકે છે
લાંબા સમય સુધી નેબ્યુલાઇઝરનો ઉપયોગ કરવાથી દવાની અસર ધીમે ધીમે ઓછી થવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે