આંખો લાલ થવી એ ફક્ત થાક જ નહીં, પરંતુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. ચાલો જાણીએ કે કયા કારણોસર આંખો લાલ દેખાય છે.
ઓછી ઊંઘ લેવાથી આંખોમાં સોજો અને લાલાશ આવી શકે છે. આથી પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, નહીંતર આંખો નીચે ડાર્ક સર્કલ પણ દેખાઈ શકે છે.
આજના સમયમાં લેપટોપ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આંખો લાલ થવાનું એક મોટું કારણ છે. આથી તેનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે
કેટલાક લોકોને ધૂળ અથવા પાલતુ પ્રાણીઓથી એલર્જી હોય છે. જેના કારણે પણ તેમની આંખો લાલ થઈ શકે છે
જો તમે ખોટા નંબરના ચશ્મા પહેરો છો, તો તેનાથી આંખો પર દબાણ વધી જાય છે. જેના પરિણામે આંખો લાલ થઈ જાય છે. આ માટે સમયસર ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
કેટલાક લોકોની ખોટી આદતો પણ આંખો લાલ થવાનું કારણ બની શકે છે. સિગારેટનો ધુમાડો અને પ્રદૂષણના કારણે આંખો ડ્રાય થઈ જાય છે અને અંતે લાલ પડે છે.
કન્જેક્ટિવાઈટીસ અર્થાત આંખનું ઈન્ફેક્શન જેને આપણ ગુજરાતીમાં આંખ આવી તેમ કહી છીએ, જેમાં પણ આંખો લાલ પડે છે અને તેમાં સોજા આવવા લાગે છે. જેનું મુખ્ય કારણે વાઈરલ ઈન્ફેક્શન હોઈ શકે છે.
ઘણી વખત વારંવાર આંખો લાલ થવી એ ગ્લુકોમા અથવા હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓનો સંકેત પણ હોઈ શકે છે. આવા સંકેત દેખાય તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.