ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને ગરબા કવીન કિંજલ દવે તેના ગરબા માટે જાણીતી છે. આ વર્ષે પણ તે નવરાત્રીમાં ધૂમ મચાવવા તૈયાર છે.
નવરાત્રીને હવે થોડા દિવસની વાર છે. ખૈલેયાઓએ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે કિંજલ દવે પણ ફરી એકવાર ગરબાની રમઝટ બોલાવવા આવી રહી છે.
ગરબા ક્વિન કિંજલ દવે નવરાત્રી ઉપરાંત તેના આઉટફિટ્સ માટે ચર્ચામાં રહે છે. તે અવારનવાર નવરાત્રી આઉટફિટ્સ લુક શેર કરતી રહે છે.
શેર કરેલી તસવીરોમાં કિંજલ દવે એકદમ હટકે લાગી રહી છે. તેણે એમ્બ્રોઈડરીવાળી લાલ અને વ્હાઈટ ચણિયા ચોળી પહેરી છે. જેમાં ફુલવાળી સુંદર ડિઝાઈન છે.
હાલ કિંજલ દવે વિદેશમાં ગરબાની રમઝટ બોલાવી રહી છે. ત્યારે આ સમયે તેણે ઈન્સ્ટાગ્રામ પર તેનો નવરાત્રી લુક શેર કર્યો છે. જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
જો તમે પણ આ નવરાત્રીમાં કંઈક હટકે પહેરવા માંગો છો તો કિંજલ દવેના આ આઉફફિટ સ્ટાઈલ કોપી કરી શકો છો અને સુંદર લાગી શકો છો.