Kumbh Mela 2025: મહાકુંભ મેળાના અવસર પર ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી ચાલશે 3 વન-વે સ્પેશિયલ ટ્રેન, જાણો દરેક ટ્રેનનો ટાઈમટેબલ

પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Mon 30 Dec 2024 12:44 PM (IST)Updated: Mon 30 Dec 2024 12:44 PM (IST)
western-railway-to-run-special-one-way-trains-between-bhavnagar-terminus-prayagraj-for-mahakumbh-mela-2025-452707

Prayagraj Kumbh Mela 2025: પશ્ચિમ રેલ્વે દ્વારા મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે.

પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડળના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવવા મુજબ, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંડીકુઇ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા,  ઈટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

2. ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ 20.20 કલાકે ઉપડશે અને શુક્રવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદિકૂઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

3. ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ - પ્રયાગરાજ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025ના રોજ 20.20 કલાકે ઉપડશે અને શનિવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેનની મુસાફરી દરમિયાન ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદિકૂઈ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.

આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09227, 09225 અને 09229 માટે બુકિંગ 31.12.2024 (મંગળવાર)થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. સ્ટોપેજ‚ સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.