Surat News: સુરતમાં એક વિધાર્થીનીએ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મગદલ્લામાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થીનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
મળતી માહિતી મુજબ સુરતના મગદલ્લા વિસ્તારમાં હિમંતભાઈ મુનિયા પરિવાર સાથે રહે છે અને શાળામાં ડ્રાઈવિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જે પૈકી તેઓની 18 વર્ષીય પુત્રી નીહારીકા ધોરણ 12 કોર્મસમાં અભ્યાસ કરતી હતી. ગતરોજ તેણીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારની એકની એક પુત્રીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પરીક્ષાના તણાવમાં તેણીએ આ પગલું ભર્યું હોવાની હાલ શક્યતા વ્યક્ત કરાઈ છે બનાવ અંગે પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.