Bhavnagar Railway Station: ભાવનગર રેલવે ડિવિઝનમાં આજથી નવું ટાઇમ ટેબલ થશે લાગું

ભાવનગર રેલવે ડિવિઝનમાં આજે 01 જાન્યુઆરી 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવ્યું છે. ભાવનગર ડિવિઝનના વિભિન્ન સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છં.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 01 Jan 2025 08:00 AM (IST)Updated: Wed 01 Jan 2025 08:00 AM (IST)
new-time-table-has-come-into-effect-in-bhavnagar-railway-division-from-today-01-january-2025-453677
HIGHLIGHTS
  • ભાવનગર રેલવે ડિવિઝનમાં નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવ્યું
  • વિભિન્ન સ્ટેશનો પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો

Bhavnagar Railway Station Time Table: પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં 01 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. તેમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેનાથી મુસાફરોનો સમય બચશે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વખતે ભાવનગર ડિવિઝનમાંથી દોડતી 8 ટ્રેનો વર્તમાન નિર્ધારિત સમય કરતાં મોડી ચાલશે. ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી 8 ટ્રેનોની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે, સાથે મુસાફરીનો સમય 05 મિનિટથી લઈને 1 કલાક 25 મિનિટ સુધી ઘટાડવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેથી તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચશે.

પ્રારંભિક સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય કરતાં મોડી ઉપડવા વાળી ટ્રેનો

  • 1) ટ્રેન નંબર 20910 પોરબંદર-કોચુવેલી એક્સપ્રેસ પોરબંદર સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય 18.40 કલાક ને બદલે 18.55 કલાકે ઉપડશે.
  • 2) ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ પોરબંદર સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય 01.00 કલાકને બદલે 01.10 કલાકે ઉપડશે.
  • 3) ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ પોરબંદર સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય 19.35 કલાક ને બદલે 19.40 કલાકે ઉપડશે.
  • 4) ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ પોરબંદર સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય 19.35 કલાકને બદલે 19.40 કલાકે ઉપડશે.
  • 5) ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય 7.25 કલાકને બદલે 7.30 કલાકે ઉપડશે.
  • 6) ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર વેરાવળ સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય 14.40 કલાકને બદલે 15.00 કલાકે ઉપડશે.
  • 7) ટ્રેન નંબર 19204 વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ વેરાવળ સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય 17.15 કલાકને બદલે 18.40 કલાકે ઉપડશે.
  • 8) ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી વર્તમાન નિર્ધારિત સમય 4.40 કલાકને બદલે 4.50 કલાકે ઉપડશે.