Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 31-08-2025ને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ધરો આઠમ અને રાધાષ્ટમી નિમિતે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો હતો.
સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ, સવારે 8:00 કલાકે શ્રીહરિ મંદિરમાં ગણપતિદાદાનું પૂજન -અર્ચન-આરતી કરવામાં આવી હતી. દાદાના દર્શન અનેક ભક્તોએ કરી ધન્યતા અનુભવી હતી.
આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ધરો આઠમ અને રાધાષ્ટમીના પાવન અવસરે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસને ધરો અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. આ ધરો સાળંગરપુર હનુમાનજી મંદિરના ગાર્ડનમાંથી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત હનુમાનજીને સુરતમાં એક અઠવાડિયાની મહેનતે તૈયાર થયેલા વિશેષ વાઘા પહેરાવ્યા છે. આ વાઘામાં રાધાજીના મહેલનું ચિત્ર દર્શાવાયું છે. આજે બપોરે શ્રીહરિ મંદિરમાં રાધાજીના જન્મોત્સવની આરતી કરવામાં આવશે.