Ahmedabad-Mumbai Train: અમદાવાદ-મુંબઈ વચ્ચે 8થી 10 પ્રીમિયમ ટ્રેનની સ્પીડ વધારીને 160 કરાશે, મુસાફરીનો સમય 1 કલાક જેટલો ઘટશે

આ રૂટ પર લગભગ દોઢ વર્ષમાં કવચ સિસ્ટમ સહિત રૂટ અપગ્રેડેશનનું કામ પૂર્ણ થવાની સંભાવના છે. આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 8000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે 2017-18માં મંજૂર થયો હતો.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 29 Aug 2025 08:56 AM (IST)Updated: Fri 29 Aug 2025 08:56 AM (IST)
the-speed-of-8-to-10-premium-trains-between-ahmedabad-mumbai-will-be-increased-to-160-the-travel-time-will-be-reduced-by-1-hour-593510
HIGHLIGHTS
  • ટ્રેનોની ઝડપ વધારવા માટે ટ્રેક પરના વળાંકો ઘટાડવામાં આવ્યા છે.
  • હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે.

Ahmedabad-Mumbai Train: અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે પ્રવાસ હવે વધુ ઝડપી બનશે. ભારતીય રેલવેએ અમદાવાદ-મુંબઈ રૂટ પર ટ્રેનોની મહત્તમ ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકથી વધારીને 160 કિલોમીટર પ્રતિ કલાક કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે, આ રૂટ પર લગભગ દોઢ વર્ષમાં કવચ સિસ્ટમ સહિત રૂટ અપગ્રેડેશનનું કામ પૂર્ણ થવાની સંભાવના છે. આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 8000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જે 2017-18માં મંજૂર થયો હતો.

આ કામગીરીમાં રૂટ પર કવચ સિસ્ટમ, આધુનિક સિગ્નલિંગ સિસ્ટમ અને અપગ્રેડેડ ઈલેક્ટ્રિફિકેશનનો સમાવેશ થાય છે. ટ્રેક પરથી પ્રાણીઓને દૂર રાખવા માટે ફેન્સિંગ પણ કરવામાં આવ્યું છે. ટ્રેનોની ઝડપ વધારવા માટે ટ્રેક પરના વળાંકો ઘટાડવામાં આવ્યા છે. હાલમાં અમદાવાદ-મુંબઈ વચ્ચેની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે. આ અપગ્રેડેશન બાદ, વંદે ભારત, તેજસ, શતાબ્દી, અને દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોનો મુસાફરીનો સમય 5.30 કલાકથી ઘટીને લગભગ 4.30 કલાક થઈ જશે, જેનાથી મુસાફરીમાં એક કલાકનો સમય બચશે.

ફક્ત પ્રીમિયમ ટ્રેનો જ નહીં, પરંતુ અન્ય ટ્રેનોની ઝડપ પણ વધશે, જેનાથી મુસાફરીના સમયમાં 30 મિનિટથી એક કલાક સુધીનો ઘટાડો થશે. આ અપગ્રેડેશન પૂર્ણ થયા બાદ આ વ્યસ્ત રૂટ પર મુસાફરોને વધુ ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે.