Kesar Mango Price in Ahmedabad: અમદાવાદમાં પણ તાલાલાની કેસર કેરી મોટા પ્રમાણમાં આવવા લાગી છે. ગયા વર્ષની સરખાણીમાં આ વર્ષે પ્રારંભિક ભાવમાં બહુ વધારો ન હોવાથી લોકો કેરી ખરીદી પણ રહ્યા છે. તો ચાલો નજર કરીએ કે અમદાવાદમાં કેરીનો શું ભાવ છે.
અમદાવાદની બજારમાં કેસર કેરીના 10 કિલોના બોક્સ 800 રૂપિયાથી લઈ 2000 સુધી વેંચાઈ રહ્યા છે. નાનું ફળ બોક્સના 800થી 1000 સુધીના ભાવે વેંચાઈ રહ્યું છે. જ્યારે મધ્યમ ફળના 10 કિલો બોક્સના 1200થી 1400 રૂપિયા છે. જ્યારે મોટા ફળ અને અને સારી કેસર કેરીના બોક્સના 2000 સુધી છે.
ગોંડલ યાર્ડની વાત કરીએ તો આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 700 થી 1200 રૂપિયા રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 250 થી 650 રૂપિયા રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 250 થી 650 રૂપિયા રહ્યો હતો.