Ahmedabad Kalupur Railway Station: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. જે અંતર્ગત સારંગપુર બ્રિજને આજથી દોઢ વર્ષ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લીધે ત્યાંથી અવરજવર કરતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મહત્ત્વનું છે કે, કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ગત જૂન મહિનાથી શરૂ કરાયું હતું. જેને 2027 સુધીમાં પૂરો કરવાનું લક્ષ્યાંક છે.
આ અંગે અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યા મુજબ, સાંરગપુર રેલવે ઓવર બ્રિજને આજથી 2 જાન્યુઆરી, 2025થી 30 જૂન 2026 સુધી બંધ કર્યો છે. આ સાથે 2 જાન્યુઆરીથી બીઆરટીએસ બસના રૂટને પણ બદલ્યો છે.
સારંગપુર બ્રિજના રિડેવલપમેન્ટને લીધે ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તરફથી આતા વાહનો અંબિકા બ્રિજ, એપરલ પાર્ક થઈને અનુપમ સિનેમા રોડનો ઉપયોગ કરી શકશે. ગીતા મંદિરથી રેલવે સ્ટેશન સામે સારંગપુર સર્કલ થઈ કાલુપુર સર્કલ વન-વે જઈ શકશે. જેનો ઉપયોગ કરીને મોતી મહલ હોટેલ થઈને કાલુપુર સર્કલ તથા અલગ અલગ રસ્તા પર કરી શકાશે.