Ahmedabad: ડબલ ડેકર AC બસની દૈનિક 12 ટ્રિપ, જાણો ગાંધીનગરથી ઉજાલાનું ભાડું અને ટાઇમ

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sat 20 Jan 2024 09:06 AM (IST)Updated: Sat 20 Jan 2024 09:06 AM (IST)
ahmedabad-gsrtc-double-decker-ac-bus-12-trips-daily-know-gandhinagar-to-ujala-fare-timing-269474

GSRTC Electric Double Decker Bus: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દેશમાં સર્વપ્રથમ ગુજરાતમાં ડબલ ડેકર ઈલેક્ટ્રીક બસોનું સંચાલન શરૂ કરાયુ છે. હાલમાં ગાંધીનગરથી ઉજાલા ચાર રસ્તા સુધી દૈનિક 6 ટ્રિપ જવામાં અને ઉજાલા ચાર રસ્તાથી ગાંધીનગર 6 ટ્રિપો આવવામાં એમ કુલ દૈનિક 12 ટ્રિપોનું સંચાલન થાય છે. ગાંધીનગરથી ગિફ્ટસિટીનું પણ સંચાલન હાથ ધરેલ છે. જેમાં ગાંધીનગરથી ઉજાલા ચાર રસ્તા સુધીનું ભાડુ 42 રૂપિયા નિર્ધારિત કરેલું છે. આ ડબલ ડેકર ઈલેક્ટ્રિક બસમાં ઉપર અને નીચે કુલ 64 મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે.

ફુલ્લી એરકન્ડિશન સહિત દરેક સીટ વચ્ચે યુએસબી મોબાઈલ ચાર્જર, CCTV, ડિજિટલ રૂટ બોર્ડની સુવિધા છે. બસ સરગાસણ, અડાલજ, ગોતા, ઈસ્કોન, સરખેજ જેવા સ્ટેન્ડ પર થઈને પસાર થશે. ગુજરાત એસટી નિગમની અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું 8 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીએ ગિફ્ટ સિટીથી લોન્ચિંગ કર્યું હતું. વાઈબ્રન્ટ સમિટને લઈને બે બસોનું સંચાલન ગિફ્ટસિટીથી મહાત્મા મંદિર સુધી કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ સમિટ પૂર્ણ થયા બાદ બંને બસોને સરખેજ-ગાંધીનગર-ગિફ્ટસિટીના રૂટ પર દોડતી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે STની સાદી બસમાં ગાંધીનગરથી સરખેજ સુધીની 30 રૂપિયા ભાડું છે.

ડબલ ડેકર બસનો સમય
ગાંધીનગરથી ઉજાલા: 5:40AM, 7:10 AM, 10:10 AM, 10:30AM, 1:30 PM, 1:45 PM
ઉજાલાથી ગાંધીનગર: 6:50 AM, 8:20 AM, 11:10 AM, 11:40 AM, 2:40 PM, 3:00 PM

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.