Salman Khan Ganesh Visarjan Dance: દર વર્ષની જેમ આ વર્ષે પણ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે પણ ગણપતિ બાપ્પા બિરાજ્યા હતા. અર્પિતાના ઘરે પધારેલા બાપ્પાના વિસર્જનમાં આખો ખાન પરિવાર સામેલ થયો હતો. આ દરમિયાન સલમાન ખાન ઢોલ-નગારાના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને તેમના પતિ ઝહીર ઇકબાલ પણ ગણપતિ વિસર્જનમાં હાજર રહ્યા હતા.
ઢોલ-નગારાના તાલે નાચ્યા સલમાન
અર્પિતા ખાનના ઘરના ગણપતિ વિસર્જન દરમિયાનના ઘણા વીડિયો અને તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં સલમાન ખાન બાપ્પાના વિસર્જનમાં જોરદાર નાચતા જોવા મળ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે સલમાન બ્લુ કલરની ટી-શર્ટ અને જીન્સ પહેરેલા જોવા મળ્યા હતા. સલમાનની સાથે તેમનો આખો પરિવાર ઢોલ-નગારાના તાલે ડાન્સ કરતો દેખાઈ રહ્યો હતો. લાલ રંગનો સૂટ પહેરેલી અર્પિતા પણ ભાઈનો સાથ આપતી જોવા મળી હતી.
સોનાક્ષી સિન્હાનો દેશી લુક
ગણપતિ વિસર્જનના પ્રસંગે સોનાક્ષી સિન્હા અને તેમના પતિ ઝહીર ઇકબાલ પણ સામેલ થયા હતા. સોનાક્ષી આ પ્રસંગે હેવી સૂટ પહેરીને અને વાળમાં ગજરા લગાવીને જોવા મળી હતી. ગ્રીન કલરની શેરવાની પહેરેલા ઝહીર ઇકબાલ પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. આ કપલ ખાન પરિવાર અને અર્પિતાની ફેમિલી સાથે ખૂબ એન્જોય કરતું દેખાઈ રહ્યું હતું.