Waaree Energies IPO Allotment Status: શેર માર્કેટમાં વધ-ઘટ વચ્ચે આઈપીઓ ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે IPOમાં ઈન્વેસ્ટ કરનાર લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે, આજે Waaree Energies IPOનું એલોટમેન્ટ થવાનું છે. જ્યારે તેના શેરનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરના રોજ થવાનું છે. ત્યારે જો તમે પણ આ Waaree Energies IPOમાં પૈસા લગાવ્યા છે, તો જાણી લો એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરશો.
અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે તમે કેવી રીતે Waaree Energies IPOનું એલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો. જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ.
BSE વેબસાઇટ પરથી સ્ટેટસ ચેક કરો
- સૌથી પહેલા આ લિંક https://www.bseindia.com/investors/appli_check.aspx પર ક્લિક કરો.
- આ પછી ઇશ્યુ ટાઇપમાં ઇક્વિટી પર ક્લિક કરો.
- હવે ઈસ્યુના નામમાં Waaree Energies Limited સિલેક્ટ કરો.
- હવે એપ્લિકેશન નંબર અથવા PAN નંબર એન્ટર કરો.
- આ પછી 'I am not a Robot' પર ક્લિક કરીને સર્ચ બટન પર ક્લિક કરો.
- હવે સ્ક્રીન પર તમને એલોટમેન્ટ સ્ટેટસ જોવા મળશે.