Anlon Healthcare IPO GMP: એનલોન હેલ્થકેર IPO ભરવાનો આજે છેલ્લો દિવસ, જાણો પ્રાઇસ બેન્ડ અને લેટેસ્ટ GMP

Anlon Healthcare IPO GMP: આ આર્ટિકલમાં જાણો એનલોન હેલ્થકેર IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Fri 29 Aug 2025 09:22 AM (IST)Updated: Fri 29 Aug 2025 09:22 AM (IST)
anlon-healthcare-ipo-gmp-today-check-issue-date-price-lot-size-review-analysis-share-price-allotment-details-593535
HIGHLIGHTS
  • એનલોન હેલ્થકેરનો ₹121 કરોડનો IPO 26 ઓગસ્ટથી ખુલ્યો
  • સબસ્ક્રિપ્શનની અંતિમ તારીખ 29 ઓગસ્ટ
  • એનલોન હેલ્થકેર IPOનું એલોટમેન્ટ 01 સપ્ટેમ્બરના રોજ

Anlon Healthcare IPO GMP: ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિએન્ટ્સ (API) નું ઉત્પાદન કરતી ગુજરાત સ્થિત કંપની એનલોન હેલ્થકેર લિમિટેડનો પ્રારંભિક જાહેર ભરણા (IPO) 26 ઓગસ્ટ, 2025ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખૂલી ગયો છે. તેને આજે 29 ઓગસ્ટ, 2025 સુધી ભરી શકાશે.

કંપની આ IPO દ્વારા બજારમાંથી ₹121.03 કરોડ એકત્ર કરશે, જેમાં તમામ શેરનો નવો ઇશ્યૂ સામેલ છે. આ આર્ટિકલમાં જાણો એનલોન હેલ્થકેર IPOનું પ્રાઇસ બેન્ડ, લેટેસ્ટ GMP અને મહત્વની તારીખ સહિતની જાણકારી.

Anlon Healthcare IPO: પ્રાઇસ બેન્ડ

એનલોન હેલ્થકેર IPO પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 86-91 છે. એક એપ્લિકેશન સાથે મહત્તમ લોટ સાઈઝ 164 શેર છે. રિટેલ રોકાણકારો માટે મહત્તમ રોકાણની રકમ 14,924 રૂપિયા છે.

Anlon Healthcare IPO: લેટેસ્ટ GMP

investorgain.com ના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં, એનલોન હેલ્થકેરનો શેર IPOના અપર પ્રાઇસ બેન્ડમાં રૂ. 86 થી રૂ. 91 સુધીના 5.49%ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો છે. આના આધારે, શેર 96 રૂપિયાની કિંમતે લિસ્ટ થઈ શકે છે. જો કે, આ એક અનુમાન છે.

Anlon Healthcare IPO: મહત્વપૂર્ણ તારીખો

એનલોન હેલ્થકેર IPO સબ્સ્ક્રિપ્શન માટે 26 ઓગસ્ટના રોજ ખુલ્યો છે. જેને આજે 29 ઓગસ્ટ, 2025 સુધી ભરી શકાશે. શેર એલોટમેન્ટ 01 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે BSE, NSE પર શેર લિસ્ટિંગ 03 સપ્ટેમ્બરના રોજ થશે.

Anlon Healthcare IPO: ફંડનો ઉપયોગ

IPOમાંથી એકત્ર થયેલા ભંડોળનો ઉપયોગ કંપની તેના ઉત્પાદન પ્લાન્ટના વિસ્તરણ (₹30.7 કરોડ), કાર્યકારી મૂડીની જરૂરિયાતો (₹43.15 કરોડ), દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે. આ ભંડોળ કંપનીને તેના વિકાસ અને વૈશ્વિક વિસ્તરણની યોજનાઓને વેગ આપવામાં મદદ કરશે.

Anlon Healthcare IPO: નાણાકીય પ્રદર્શન અને કંપનીનો પોર્ટફોલિયો

એનલોન હેલ્થકેરની સ્થાપના 2013માં થઈ હતી. કંપની દવાઓ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને પશુ આરોગ્ય ઉત્પાદનો માટે રાસાયણિક ઘટકોનું ઉત્પાદન કરે છે. નાણાકીય વર્ષ 2024માં, કંપનીએ ₹66.6 કરોડની આવક પર ₹9.65 કરોડનો નફો નોંધાવ્યો હતો. જાન્યુઆરી 2025 સુધીના 10 મહિનામાં, કંપનીની આવક ₹77.2 કરોડ અને નફો ₹12 કરોડ રહ્યો હતો. કંપની પાસે કુલ 142 ઉત્પાદનોનો પોર્ટફોલિયો છે, જેમાંથી 65 ઉત્પાદનોનું વ્યવસાયિક ઉત્પાદન થઈ રહ્યું છે, જ્યારે 28 પાયલોટ તબક્કામાં અને 49 લેબ પરીક્ષણમાં છે.

નોંધ - કોઈપણ IPOમાં નાણાંનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.