Vejalpur Assembly (વેજલપુર વિધાનસભા)

Created By: Rakesh Shukla
વેજલપુર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 42મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ગાંધીનગર છે. આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. એ પહેલા આ બેઠક સરખેજ વિધાનસભા બેઠકનો ભાગ હતી અને ભાજપનો ગઢ માનવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા અને વિજયી બન્યા હતા. નવા સિમાંકન પછી પણ ભાજપનો આ બેઠક પર દબદબો રહ્યો છે. 2012 અને 2017માં પણ ભાજપના ઉમેદવાર આ બેઠક પર વિજયી થયા હતા. 2022માં આ બેઠક પરથી ભાજપના અમિત ઠાકર 59651 મતના માર્








