અમદાવાદ શહેરની વિધાનસભા બેઠક પર ભાજપના અમિત ઠાકરની જીત, 56.18 ટકા મત મળ્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Dec 2022 10:40 AM (IST)Updated: Thu, 08 Dec 2022 08:11 PM (IST)
vejalpur-assembly-constituency-gujarat-election-result-2022-live-updates-amit-thakar-bjp-vs-rajendra-patel-congress

અમદાવાદ જિલ્લા વેજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અમિત ઠાકર 59,651 મતે વિજેતા થયા છે. આ બેઠક પર તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પટેલ સાથે હતો.

અમિત ઠાકરને આ બેઠક પર કુલ 1,28,049 મત એટલે કે સરેરાશ 56.18 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારને 30.1 ટકા મત મળ્યા છે.

વેજલપુર બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં

ઉમેદવાર પક્ષ
અમિત ઠાકર ભાજપ
રાજેન્દ્ર પટેલ કોંગ્રેસ
કલ્પેશ પટેલ આપ
અંકિત શાહ ભારતીય યુવા જન એકતા પાર્ટી
પાર્થિવ દવે રાઈટ ટુ રિકોલ પાર્ટી
જૈનબ શેખ AIMIM
મુંહમદ મેમણ સોશ્યલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા
શોકતઅલી શેખ જનસેવા ડ્રાઈવર પાર્ટી
સૈયદ પીર હુસેન અપક્ષ
સુહાના મનસુરી અપક્ષ
આરિફ શેખ અપક્ષ
તનવીરુદ્દીન શેખ અપક્ષ
સાબીરઅલીખાન પઠાણ અપક્ષ
વિનોદ સોલંકી અપક્ષ
મોહમદ શેખ અપક્ષ

કેટલા ટકા મતદાન થયું
વેજલપુર બેઠક પર 199335 પુરુષ અને 189506 મહિલા મતદારો તથા 17 અન્ય મળી કુલ 388858 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 57.55 ટકા મતદાન થયું છે.

વેજલપુર બેઠકની રસપ્રદ વિગત
વેજલપુર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 42મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ગાંધીનગર છે. આ બેઠક 2008માં અસ્તિત્વમાં આવી હતી. એ પહેલા આ બેઠક સરખેજ વિધાનસભા બેઠકનો ભાગ હતી અને ભાજપનો ગઢ માનવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા અને વિજયી બન્યા હતા. નવા સિમાંકન પછી પણ ભાજપનો આ બેઠક પર દબદબો રહ્યો છે. 2012 અને 2017માં પણ ભાજપના ઉમેદવાર આ બેઠક પર વિજયી થયા હતા.

શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 20 પુરુષ અને 4 મહિલા મળી કુલ 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 4 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 10 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે.