Thakkarbapa nagar Assembly (ઠક્કરબાપાનગર વિધાનસભા)

Created By: Rakesh Shukla
ઠક્કરબાપાનગર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 48મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ ઇસ્ટ છે. નવા સિમાંકન બાદ 2008માં આ બેઠકની રચના કરવામાં આવી છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 4 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ભાજપના ગઢ સમાન બાપુનગરનો કેટલોક ભાગ સમાવિષ્ટ છે. 2012 અને 2017માં આ બેઠક પર ભાજપના વલ્લભ કાકડિયાનો વિજય થયો હતો. 2022માં આ બેઠક પરથી ભાજપના કંચનબેન રાદડિયા 63799 મતના માર્જીનથી વિજયી થયા હતા.








