ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પરિણામ 2022 (thakkarbapa nagar Assembly Constituency Election Result 2022 Result) : અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર કંચન રાદડિયા 63,799 મતે જીતી ગયા છે. આ બેઠક પર ભાજપ ઉમેદવારને 89,409 મત મળ્યા છે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર, આ બેઠક પર કંચન રાદડિયાને અત્યાર સુધીમાં 65.66 ટકા મત મળ્યા છે. જ્યારે બીજા ક્રમે કોંગ્રેસ ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટને 18.82 ટકા મત મળ્યા છે. જ્યારે આપના સંજય મોરીને 12.82 ટકા મત મળ્યા છે.
આ બેઠક પર ભાજપના કંચન રાદડિયા, કોંગ્રેસના વિજય બ્રહ્મભટ્ટ અને આપના સંજય મોરી વચ્ચે ખરાખરીનો જંગ છે.
એવરેજ 5 હજાર મતથી મારો વિજય થશે: વિજય બ્રહ્ણભટ્ટ
ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે જણાવ્યું કે, અમારી જીત નિશ્ચિત છે. મારા વિધાનસભા વિસ્તારના દરેક સમાજ સાથે હું સંકળાયેલો છુ અને તમામ સમાજે મને વિશ્વાસ અપાવ્યો છે કે, વિજયભાઈ આ વખતે અમે તમને જ મત આપીશું. એવરેજ 5 હજાર જેટલા મતથી મારો વિજય થશે.
ઠક્કરબાપા નગર બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં
| ઉમેદવાર | પક્ષ |
| કંચન રાદડિયા | ભાજપ |
| વિજય બ્રહ્મભટ્ટ | કોંગ્રેસ |
| સંજય મોરી | આપ |
| હિતેન્દ્ર પટેલ | સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી |
| રણજીતસિંહ ક્ષત્રિય | ગરવી ગુજરાત પાર્ટી |
| વિનયસિંહ રાઘના | સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી |
| અરવિંદ પરમાર | અપક્ષ |
| ઉસ્માન શેખ | અપક્ષ |
| પાર્થ દેસાઈ | અપક્ષ |
કેટલા ટકા મતદાન થયું
ઠક્કરબાપા નગર બેઠક પર 128133 પુરુષ અને 115078 મહિલા મતદારો તથા 8 અન્ય મળી કુલ 243219 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર 55.55 ટકા મતદાન થયું છે.
ઠક્કરબાપા નગર બેઠકની રસપ્રદ વિગત
ઠક્કરબાપાનગર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 48મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ ઇસ્ટ છે. નવા સિમાંકન બાદ 2008માં આ બેઠકની રચના કરવામાં આવી છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 4 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ભાજપના ગઢ સમાન બાપુનગરનો કેટલોક ભાગ સમાવિષ્ટ છે. 2012 અને 2017માં આ બેઠક પર ભાજપના વલ્લભ કાકડિયાનો વિજય થયો હતો.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 12 પુરુષ અને 2 મહિલા મળી કુલ 13 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી.
સાબરમતી વિધાનસભા બેઠક પર શું છે સ્થિતિ?
