Prantij Municipality (પ્રાંતિજ નગરપાલિકા)

Created By: Jignesh Trivedi
સાબરકાંઠા જિલ્લાની મહત્વની ગણાતી પ્રાંતિજ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. પ્રાંતિજ નગરપાલિકા કુલ 7 વોર્ડમાં વહેંચાયેલી છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ, દરેક વોર્ડમાં 4 સભ્યો (કાઉન્સિલરો) હોય છે. દરેક વોર્ડમાં 4 બેઠકો હોય છે, જે મુજબ કુલ 28 બેઠકો છે. નિયમ મુજબ 50% બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે. એટલે કે કુલ 28 બેઠકોમાંથી 14 બેઠકો મહિલાઓ માટે અનામત છે.








