Molakat (મોળાકત)

Created By: Gujarati Jagran
ગુજરાતી કેલેન્ડર પ્રમાણે અષાઢ સુદ 11ના રોજ મોળાકત વ્રત આવે છે. આ વ્રત પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી. ચોમાસાની સિઝનમાં જ્યારે બાળકો ગમે તે ખાઈ લેતા હોય છે જે તબિયત બગાડે છે. ત્યારે નાની ઉંમરથી બાળકો હવે ઉપવાસનું મહત્વ સમજે તે માટે પણ આ વ્રત કરવામાં આવે છે.







