Khadia News (ખાડિયા ન્યૂઝ)

Created By: Sanket Parekh
ખાડિયાએ અમદાવાદનો સૌથી જૂનો અને એક સમયે સૌથી પ્રગતિશીલ ગણાતો વિસ્તાર છે. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા પાણીના નળ અને ગટર લાઈન ખાડિયા વિસ્તારમાં નાંખવામાં આવ્યા હતા. ખાડિયામાં આવેલું બાલા હનુમાનનું મંદિર 450 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે, જ્યાં વર્ષમાં માત્ર બે દિવસ જ ભગવાનની આરતી ઉતારવામાં આવે છે.







