Kaushik Bharwad (કૌશિક ભરવાડ)

Created By: Sanket Parekh
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના દરણ ગામના વતની કૌશિક ભરવાડ ગુજરાતી ગરબા ક્ષેત્રમાં આજे ખૂબ મોટું નામ છે. એક સમયે કૌશિક ભરવાડ ગોતાથી ઉજાલા સર્કલ સુધી એસ.જી હાઈવે પર શટલ રિક્ષા ફેરવતા હતા. 'મારે કપડા મેચિંગ કરવા..' ગીત પછી કૌશિક ભરવાડે ક્યારેય પાછું વળીને નથી જોયું. તેમનું 'ABCDમાં અક્ષર ઝાઝા, મને ગમે એક U' ગીત પણ ખૂબ જ હિટ થયું છે. નવરાત્રિમાં કૌશિક ભરવાડને દેશ-વિદેશમાં પરફોર્મ કરવાની ઑફર મળી રહી છે.









