જમનાલાલ બજાજ (Jamnalal Bajaj)

Created By: Nilesh Zinzuwadia
જમનાલાલ કનીરામ બજાજનો જન્મ 4 નવેમ્બર 1889ના રોજ થયો હતો. તેઓ એક ભારતીય ઉદ્યોગપતિ અને રાજનીતિજ્ઞ હતા. તેમણે 1920ના દાયકામાં બજાજ ગ્રુપની કંપનીઓની સ્થાપના કરી હતી. આ સમૂહમાં હવે 24 કંપની છે, જે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ છે. તેઓ મહાત્મા ગાંધીના નજીકના અને પ્રિય સહયોગી હતા. અનેક વખત તેઓ પોતાના પ્રવચનમાં જમનાલાલને પાંચમાં દિકરા તરીકે કહેતા હતા.







