Ellisbridge Assembly (એલિસબ્રિજ વિધાનસભા)

Created By: Rakesh Shukla
એલિસબ્રિજ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 44મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક અમદાવાદ વેસ્ટ છે. આ બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના 4 વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1995થી આ બેઠક પર ભાજપનો દબદબો છે. ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી હરેન પડ્યાં આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 2007થી 2017 સુધીની સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ આ બેઠક પર જીતતા આવ્યા છે. 2022માં આ બેઠક પરથી ભાજપના અમિત શાહ 104796 મતના માર્જીનથી વિજયી થયા હતા.








