Ahmedabad News: એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહે અશાંતધારાના કાયદાના અમલ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમા તેમને લખ્યું કે, હિન્દુઓની સોસાયટી અને આશ્રમરોડ પર લઘુમતી સમાજના કેટલાક લોકો અશાંતધારાની પરવાનગી લીધા વગર જ રહેવા માટે આવી ગયા છે. તેમજ બાકીના વેચાતા લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. સિદ્ધગીરી ફ્લેટ અને કોઠાવાલા ફ્લેટ પણ તેમના ટાર્ગેટ પર છે. આવનારા સમયમાં શહેરનો પાલડી-આશ્રમરોડ વિસ્તાર જમાલપુર-જુહાપુરા બની જાય તો નવાઈની વાત નથી.
લઘુમતી સમાજ વસવાટ કરવા લાગ્યા
લોકોએ અશાંતધારાની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે મિલકતો હોય તો તેની સામે કાયદાની જોગવાઈ મુજબ સજા કરવામાં આવ્યા અને તેની મિલકતો ટાંચમાં લેવામાં આવે અને ખાલી કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આશ્રમરોડ તેમજ તેની આજુબાજુમાં આવેલી મિલકતોનું પણ વેચાણ થઇ રહ્યું છે.
સોસાયટી ખાલી થવા લાગી
તેમણે વધુમાં કહ્યું છે કે, જો આ જગ્યાઓ ઉપર લઘુમતી સમાજની સ્કીમો બનશે તો આજુબાજુમાં આવેલી સોસાયટીના ફ્લેટો પણ ખાલી થઈ જશે. આવી તમામ મિલકતો અશાંતધારાની પરવાનગી વિના મિલકત ટ્રાન્સફર ન થાય અને બાંધકામ ન થાય તેમજ મિલકત તબદીલીના કાયદાનો કડક અમલ થાય તેના માટેની તકેદારી રાખશો. અશાંતધારાની પરમિશનની મંજુરી ન મળતા નોટરી કે સમજુતી કે વેચાણકરાર અથવા પાવર ઓફ એટર્ની કે અન્ય રીતે નોટરાઈઝ કરી ભિન્ન ભિન્ન કોમ વચ્ચે ગેરકાયદેસર રીતે મિલકત ટ્રાન્સફર કરવામાં ન આવે જેથી આવા વિસ્તારમાં સંપતીની લે વેચ પર સરકાર દ્વારા કડક અમલ કરવામાં આવે તેવું આયોજન કરાવવા જણાવ્યું છે.
બંગલો તોડવા તંત્રને જાણ કરાઇ
હિન્દુ વસ્તી ધરાવનારાની જગ્યા પર લઘુમતી સમાજના લોકો દ્વારા બંગ્લો બનાવામાં આવ્યો છે. જે તાત્કાલિક ધોરણે તોડવા AMC અને કલેક્ટરેને વિનંતી કરી છે. નૂતન સર્વોદય સોસાયટીમાં બે બંગલા ભેગા કરી એક બંગલો બનાવામાં આવ્યો છે. અશાંતધારાના નિયમને નેવે મુકી બંગલો તૈયાર કરાયો છે.
