Ahmedabad: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે તારીખ 11 સપ્ટેમ્બર 2026, શુક્રવાર અને શ્રાવણી અમાસના અત્યંત શુભ પ્રસંગે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ પીપલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી લઘુ રુદ્ર પૂજા અને ભવ્ય મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બોપલમાં દેવ 181 સોસાયટીની સામે આવેલા આ પવિત્ર ધામમાં તમામ શ્રદ્ધાળુ ભક્તો માટે ભગવાન શિવના દર્શન, પૂજન અને મહાપ્રસાદનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
દેવ 181 સોસાયટીની કમિટિ દ્વારા ભવ્ય આયોજન
આ ધાર્મિક મહોત્સવનું સમગ્ર ભવ્ય આયોજન બોપલની દેવ 181 સોસાયટીની કમિટિ દ્વારા કરવામાં આવ્યું છે. શ્રાવણ માસના પવિત્ર સંગમ ટાણે યોજાનારા આ કાર્યક્રમથી સમગ્ર બોપલ અને આસપાસનો વિસ્તાર ભક્તિમય બની ગયો છે.
પૂજા અને મહાપ્રસાદનો સમયપત્રક
પીપલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાનારા આયોજન મુજબ
- લઘુ રુદ્ર પૂજાનો પ્રારંભ: બપોરે 1:30 વાગ્યાથી
- મહા આરતી અને મહાપ્રસાદ (રાત્રિ ભોજન): સાંજે 7:00 વાગ્યાથી
આયોજક કમિટિ દ્વારા તમામ શ્રદ્ધાળુ ભક્તોને સાંજે 6:45 વાગ્યા સુધીમાં પીપલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ખાસ ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી દર્શન અને મહા આરતીનો શાંતિપૂર્વક લાભ લઈ શકાય.
નિઃશુલ્ક મહાપ્રસાદ કૂપન અને સ્વેચ્છાએ દાન
શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની કૂપન તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવી છે. આ ઉપરાંત, જે ભક્તો આ પવિત્ર પૂજામાં સ્વેચ્છાએ દાન આપવા માંગતા હોય અથવા લઘુ રુદ્ર પૂજામાં યજમાન બનીને ભાગ લેવા માંગતા હોય, તેઓ માટે આયોજકો દ્વારા સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે. શ્રાવણી અમાસના આ પાવન પર્વે હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો મહાદેવના આશીર્વાદ અને પ્રસાદનો લાભ મેળવશે.
આયોજનમાં હરિઓમ પટેલ, અજય સિંહ ચુડાસમા, ભરતભાઈ પટેલ, સમીર સિંહ જાડેજાએ જહેમત ઉઠાવી છે.
