Dholka Samachar (ધોળકા સમાચાર)

Created By: Dharmendra Thakur
અમદાવાદ જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલો ધોળકા તાલુકો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃદ્ધ વિસ્તાર છે. તાલુકામાં કુલ 71 ગામો અને 65 ગ્રામ પંચાયત છે, જ્યારે 2011ની જનગણના અનુસાર વસ્તી 1,66,641 છે. ધોળકાનું મુખ્ય આકર્ષણ મલાવ તળાવ છે, સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ઉપરાંત, ઇ.સ. 1751માં ગાયકવાડના અધિકારી અંતાજી રાવ દ્વારા નિર્મિત નાગેશ્વર (ચંદ્રેશ્વર) મહાદેવ મંદિર ધાર્મિક અને સ્થાપત્ય દૃષ્ટિએ વિશેષ આકર્ષણ ધરાવે છે.







