Aishwarya Majmudar

Created By: Sanket Parekh
1993ના રોજ અમદાવાદમાં જન્મેલી ઐશ્વર્યા મજમુદારે માત્ર 3 વર્ષની વયે જ ક્લાસિકલ મ્યૂઝિકની તાલીમ લેવાનું શરૂ કરી દીધું હતુ. જ્યારે 14 વર્ષની વયે રિયાલિટી સિંગિંગ શૉ સ્ટાર વૉઈસ ઑફ ઈન્ડિયા છોટે ઉસ્તાદમાં જીત મેળવીને લોકપ્રિયતા મેળવી હતી. ઐશ્વર્યા મજમુદારે ગુજરાતી ઉપરાંત અનેક હિન્દી ફિલ્મી ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. ઐશ્વર્યા મજમુદારના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ છે. નવરાત્રિમાં ઐશ્વર્યા મજમુદારના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે.









