Aishwarya Majmudar: ઐશ્વર્યા મજમુદારે સોશિયલ મીડિયા પર શેર કરી સુંદર તસવીરો

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 16 Jul 2024 01:24 PM (IST)Updated: Tue, 16 Jul 2024 01:24 PM (IST)
gujarati-singer-aishwarya-majmudar-shares-beautiful-pictures-on-social-media-see-photos

Aishwarya Majmudar Photos: ગુજરાતની સંગીત દુનિયામાં જેમણે પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. અને પોતાના સ્વરમાં ગુજરાતી ગરબાઓના ગાયનથી યુવાનોમાં થનગનાટ લાવનાર ઐશ્વર્યા મજમુદાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળતી હોય છે. હાલમાં જ તેણે પોતાની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. જે ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે.

naidunia_image

ઐશ્વર્યા મજમુદારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તે તેના આઉટફિટમાં સ્વર્ગથી કોઈ અપ્સરા ઉતરી આવી હોય તેવી દેખાઇ રહી છે.

naidunia_image

તેને જે આઉટફિટ પહેર્યું છે, તેમા તેને જે જ્વેલરી પહેરી છે, જેના કારણે થઇ ને તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી રહ્યા છે. જેમાં ભારતીય સંસ્કૃતિના દર્શન પણ થઇ રહ્યા છે.

naidunia_image

ઐશ્વર્યા મજમુદાર ફક્ત ગુજરાત કે ભારતમાં જ લોકપ્રિય છે તેવું નથી વિદેશની ધરતી પર પણ પોતાના સૂર રેલાવે છે. મોટા મોટા સિંગર સાથે પણ તેને આલ્બમ સોન્ગ કરેલા છે. તેને હિન્દી, ગુજરાતી તેમજ તેલુગુ અને કન્નડ ભાષામાં ગીતો ગાયા છે.

naidunia_image

માત્ર 3 વર્ષની નાની ઉંમરથી તેને સંગીતની ટ્રેનિંગ લઈને મ્યુઝિક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. મા મોગલના ગીત હોય કે પછી ગરબા હોય, હિન્દી ગીત હોય કે કોઈ કોન્સર્ટ હોય તે દરેક જગ્યાએ ધૂમ મચાવે છે.

naidunia_image

તેને વર્ષ 2012માં યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. સિંગર તરીકે તેને અનેક એવોર્ડ પણ મળ્યા છે. અનેક રિયાલિટી શોમાં તેને હોસ્ટ પણ કર્યું છે.

naidunia_image

ગુજરાતી ફિલ્મ લવની ભવાઈમાં 'વ્હાલમ આવોને ', હેલ્લારો મુવીનું ગીત 'અસવાર' તેમજ નાડીદોષનું ગીત 'ચાંદલિયો ઉગ્યો રે..' માં પોતાનો મધુર અવાજ આપ્યો છે.

naidunia_image