Suryakumar Yadav Video: સૂર્યકુમારે હાથમાં 'અદ્રશ્ય ટ્રોફી' સાથે રોહિત શર્માના અંદાજમાં કરી ઉજવણી, જુઓ ભારતના જશ્નનો આઈકોનિક વીડિયો

ટ્રોફી ન મળવા છતાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ ઓછો નહોતો થયો. ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે જે રીતે પોતાની જીતની ઉજવણી કરી તે જોઈને રોહિત શર્માની યાદ આવી ગઈ.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 29 Sep 2025 11:30 AM (IST)Updated: Mon, 29 Sep 2025 11:30 AM (IST)
suryakumar-yadavs-invisible-trophy-celebration-asia-cup-2025-rohit-sharma-style-with-mohsin-naqvi

Suryakumar Yadav Invisible Trophy Celebration: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. આ ભારતની નવમી એશિયા કપ જીત છે. જોકે આ શાનદાર જીત છતાં ભારતીય ટીમને ટ્રોફી આપવામાં આવી ન હતી, કારણ કે ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના મંત્રી મોહસિન નકવીના હાથેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ ઘટના બાદ ભારતીય ખેલાડીઓએ ટ્રોફી વગર જ મેદાન પર જીતની ઉજવણી કરી હતી.

રોહિત શર્માના અંદાજમાં કરી ઉજવણી

ટ્રોફી ન મળવા છતાં ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ ઓછો નહોતો થયો. ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે જે રીતે પોતાની જીતની ઉજવણી કરી તે જોઈને રોહિત શર્માની યાદ આવી ગઈ. કેપ્ટન સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્માએ જે રીતે ઉજવણી કરી હતી તેની નકલ કરી. તે રોહિતની જેમ ધીમે ધીમે ચાલીને સ્ટેજ તરફ આવ્યા અને ટીમના અન્ય ખેલાડીઓએ પણ તેમની નકલ કરીને ખિતાબી જીતની ઉજવણી કરી હતી. સૂર્યાએ અદ્રશ્ય એશિયા કપ ટ્રોફીની સાથે કરલેી ઉજવણી વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

આ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યાએ કહ્યું કે મારા કરિયરમાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ચેમ્પિયન ટીમને ટ્રોફીથી વંચિત રાખવામાં આવી. તે સરળ કાર્ય નહોતું. અમે સતત બે સારી મેચ રમ્યા અને મને લાગ્યું કે અમે તેના લાયક છીએ.

naidunia_image

આ પણ વાંચો:

પહેલી વાર વિજેતા ટીમને ટ્રોફી ન મળી

રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પાંચ વિકેટે રોમાંચક જીત મેળવી હતી. મેચ પછીના પુરસ્કાર વિતરણ સમારોહમાં ઘણો વિલંબ થયો હતો. આ દરમિયાન ભારતીય ટીમે સ્પષ્ટ કર્યું કે તેઓ ACC અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં. જ્યારે નકવી મંચ પર આવ્યા, ત્યારે ભારતીય ચાહકોએ 'ભારત માતા કી જય' ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેમને જાણ કરવામાં આવી હતી કે જો તેઓ ટ્રોફી આપવા માટે દબાણ કરશે તો સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવશે. આખરે વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી ન હતી, જે ક્રિકેટના મેદાન પર કદાચ પહેલીવાર બન્યું હશે.