Gautam Gambhir Reaction: ભારતની જીત પર ગૌતમ ગંભીરનો જશ્ન, ટેબલ પછાડતાં નજરે પડ્યાં, જુઓ Video

મેચની છેલ્લી ઓવરમાં જ્યારે તિલક વર્માએ મિડવિકેટ ઉપરથી છગ્ગો ફટકાર્યો ત્યારે ગૌતમ ગંભીર ખુશીના માર્યા ડ્રેસિંગ રૂમમાં ટેબલ પછાડતાં જોવા મળ્યા હતા.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 29 Sep 2025 10:28 AM (IST)Updated: Mon, 29 Sep 2025 10:28 AM (IST)
ind-vs-pak-final-asia-cup-2025-gautam-gambhir-reacts-to-tilak-varmas-stunning-six

Gautam Gambhir on Tilak Varma, IND vs PAK Final: એશિયા કપ 2025ની ઐતિહાસિક ફાઇનલમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવી દીધું છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે 9મી વખત એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. આ T20 એશિયા કપની ત્રીજી સિઝન હતી, જેમાં ટીમ ઈન્ડિયા બીજી વખત ચેમ્પિયન બની છે. આ દરમિયાન ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના જશ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

ગૌતમ ગંભીર તેમની ગંભીર અને કડક છબી માટે જાણીતા છે, પરંતુ ફાઈનલ દરમિયાન તેઓ પણ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા ન હતા. ગંભીરે ભારતની જીત પહેલાં જ એવી પ્રતિક્રિયા આપી જે હવે ચાહકોમાં વાયરલ થઈ ગઈ છે.

ગૌતમ ગંભીરના જશ્નનો વીડિયો થયો વાઈરલ

મેચની છેલ્લી ઓવરમાં જ્યારે તિલક વર્માએ હારિસ રઉફના બીજા બોલ પર મિડવિકેટ ઉપરથી છગ્ગો ફટકાર્યો ત્યારે કેમેરાએ ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા કેદ કરી લીધી. ગંભીર ખૂબ જ ઉત્સાહમાં હતા અને ખુશીના માર્યા ડ્રેસિંગ રૂમમાં ટેબલ પછાડતાં જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો:

દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની ટીમે ભારતને જીતવા માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેનો પીછો કરતા ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 20 રનના સ્કોર સુધીમાં ભારતીય ટીમના 3 ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. ત્રણ વિકેટ પડ્યા બાદ તિલક વર્મા અને સંજુ સેમસન (24 રન) એ ઇનિંગ્સને સંભાળી અને ચોથી વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી. ત્યારબાદ તિલકે શિવમ દુબે (33 રન) સાથે મળીને મેચનો માર્ગ બદલી નાખ્યો.

અંતિમ ઓવરમાં ભારતને જીતવા માટે 10 રનની જરૂર હતી. તિલકે હારિસ રઉફના બીજા બોલ પર છગ્ગો ફટકારીને મેચને સંપૂર્ણપણે ભારત તરફી કરી દીધી. આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત મજબૂત રહી હતી અને એક સમયે તેનો સ્કોર એક વિકેટે 113 રન હતો, પરંતુ તે પછી આખી ટીમ 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.