India vs Pakistan Final, Asia Cup 2025: સૂર્યકુમાર યાદવની શાનદાર કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે એશિયા કપ 2025 જીતી લીધો છે અને ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. એશિયા કપ 2025 જીત્યા પછી સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં એક પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી દીધી હતી. તેમણે જાહેરમાં પાકિસ્તાની પત્રકારની મજાક ઉડાવી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સૂર્યાએ પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ કરી
ફાઇનલ મેચ પછી સૂર્યકુમાર યાદવ યુવા ખેલાડી અભિષેક શર્મા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન એક પાકિસ્તાની પત્રકારે સૂર્યાને સવાલ પૂછ્યો અને કહ્યું કે તમે આખી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. આ સિવાય તમે ટ્રોફી સેશન ન કર્યું. પછી તમે રાજકીય પ્રેસ કોન્ફરન્સ કરી. તમે ઇતિહાસના પહેલા એવા કેપ્ટન છો જે ક્રિકેટમાં રાજકારણને સાથે લાવ્યા છે.
આ સવાલનો જવાબ સૂર્યકુમાર યાદવે હસીને આપ્યો અને કહ્યું કે તમે ગુસ્સે થઈ રહ્યા છો? તમારો સવાલ સમજાયો નહીં, તમે ચાર સવાલ પૂછી લીધા. આમ કહીને સૂર્યાએ આ સવાલને ટાળી દીધો, જેનાથી પાકિસ્તાની પત્રકારની બોલતી બંધ થઈ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Suryakumar Yadav to Pakistani journalist "ghussa ho Rahe ho aap"???
— ???????⁴⁵ (@rushiii_12) September 28, 2025
Pakistani journalist literally crying in press conference.?? #INDvPAK
pic.twitter.com/bAjRDxJ8OH
સૂર્યાએ એશિયા કપ 2025ની મેચ ફી દાન કરી
પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવે એક મોટો નિર્ણય લેતા પોતાની મેચ ફી ભારતીય સેના અને પહેલગામ આતંકી હુમલાના પીડિતોને સમર્પિત કરી દીધી. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. એશિયા કપ 2025 ફાઇનલ મેચમાં સૂર્યકુમાર યાદવ માત્ર 1 રન બનાવીને આઉટ થયા હતા. જોકે, તેમણે શાનદાર કેપ્ટનશીપનું પ્રદર્શન કરીને એશિયા કપ પોતાના નામે કર્યો.
