IND vs PAK: ઇતિહાસમાં તમારી શરમજનક હાર પહેલાથી જ...  PM મોદીના ટ્વીટ પર મોહસિન નકવીના જવાબથી ચાહકો ભડક્યાં

મોહસિન નકવીએ PM મોદીની પોસ્ટ શેર કરતાં એક્સ પર લખ્યું કે જો યુદ્ધ જ તમારા ગૌરવને માપવાનો માપદંડ હોય તો ઇતિહાસમાં પાકિસ્તાનના હાથે તમારી શરમજનક હાર પહેલેથી જ નોંધાયેલી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Mon, 29 Sep 2025 10:55 AM (IST)Updated: Mon, 29 Sep 2025 10:55 AM (IST)
ind-vs-pak-mohsin-naqvi-responds-to-pm-modis-tweet-on-operation-sindoon-during-asia-cup

India vs Pakistan Final, Mohsin Naqvi: એશિયા કપ 2025માં પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતને ટ્રોફી વિવાદ અને રાજકીય નિવેદનબાજીએ ફિક્કી પાડી દીધી. દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને રેકોર્ડ નવમી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો, પરંતુ મેચ પછીનો માહોલ ઉજવણીને બદલે વિવાદોમાં ઘેરાઈ ગયો. ભારતીય ટીમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો અને ટ્રોફી લીધા વગર જ સ્ટેડિયમમાંથી પરત ફરી.

મોહસિન નકવીએ પીએમ મોદીને જવાબ આપ્યો

ટીમ ઈન્ડિયાની આ જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કર્યો હતો. ભારતની જીત પર તેમણે પીએમ મોદીની પોસ્ટ શેર કરતાં કહ્યું હતું કે રમતગમતના મેદાન પર ઓપરેશન સિંદૂર. પરિણામ એ જ - ભારતનો વિજય! અમારા ખેલાડીઓને અભિનંદન. હવે આ પોસ્ટ શેર કરીને મોહસિન નકવીએ પણ તેનો જવાબ આપ્યો છે.

મોહસિન નકવીએ PM મોદીની પોસ્ટ શેર કરતાં એક્સ પર લખ્યું કે જો યુદ્ધ જ તમારા ગૌરવને માપવાનો માપદંડ હોય તો ઇતિહાસમાં પાકિસ્તાનના હાથે તમારી શરમજનક હાર પહેલેથી જ નોંધાયેલી છે. કોઈ પણ ક્રિકેટ મેચ તે સત્યને બદલી શકતી નથી. રમતમાં યુદ્ધને ખેંચી લાવવું એ ફક્ત તમારી હતાશા અને રમતની મૂળ ભાવનાનું અપમાન દર્શાવે છે. આ પોસ્ટ બાદ ચાહકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

naidunia_image

ઉલ્લેખનીય છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ નક્કી કરેલા પ્રોટોકોલનું પાલન કરવાનો ઇનકાર કર્યો અને ભારતીય ટીમને વિજેતા ટ્રોફી અને મેડલ આપવા માટે સ્ટેજ પર જ રહ્યા. પરિણામે ભારતીય ટીમ ટ્રોફી અને મેડલ લીધા વિના જ સ્ટેડિયમમાંથી પરત ફરી.