IND vs ENG T20 Match: ભારતીય ટીમે બીજી T20Iમાં ઇંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું છે. ભારતના રોમાંચક વિજયમાં તિલક વર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા તિલકએ અણનમ 72 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે 165 રન બનાવ્યા હતા. તેના જવાબમાં, ભારતે 19.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.
ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 રનની જરૂર હતી. તિલક એ પહેલા બોલ પર બે રન લીધા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચનો અંત કર્યો હતો. ભારતના આ ભવ્ય વિજયમાં તિલક વર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તિલક વર્માએ ભારતીય ટીમ પર વિજયનો 'તિલક' લગાવ્યો છે. જીત પછી, સૂર્ય કુમાર યાદવ અને તિલક વર્મા મેદાન પર અનોખી રીતે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. સૂર્યાએ નત મસ્તક થઇને તાળીઓ પાડીને તિલકની શાનદાર ઇનિંગ બદલ સ્વાગત કર્યું હતું. આ પર તિલકે પણ માથું નમાવીને કેપ્ટનના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો.
2️⃣-0️⃣ ?
— BCCI (@BCCI) January 25, 2025
Tilak Varma finishes in style and #TeamIndia register a 2-wicket win in Chennai! ?
Scorecard ▶️ https://t.co/6RwYIFWg7i #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/d9jg3O02IB
ઇંગ્લેન્ડે 166 રનનો લક્ષ્યાંક આપ્યો
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેપ્ટન જોસ બટલર (41) અને બ્રાયડન કાર્સ (31) ની મહત્વપૂર્ણ ઇનિંગ્સની મદદથી ઇંગ્લેન્ડે 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે, એક સમયે ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયું હતું.
તિલક ટીમ માટે જીતનો હિરો બન્યો
ભારતે 78 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને હાર તરફ આગળ વધી રહ્યું હતું. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા તિલક વર્માને વોશિંગ્ટન સુંદર (26) ના સ્વરૂપમાં સારો સાથી મળ્યો અને ટીમ પાછી ટ્રેક પર આવી ગઈ. જોકે, સુંદર આઉટ થયા બાદ મેચ ફરી રોમાંચક બની ગઈ હતી. અર્શદીપ સિંહ (6) અને રવિ બિશ્નોઈ (અણનમ 9) એ તિલકને સારો સાથ આપ્યો. આ સમય દરમિયાન તિલકે પોતાની અડધી સદી પણ પૂર્ણ કરી. તિલક 55 બોલમાં અણનમ 72 રન બનાવ્યા. આ દરમિયાન તેણે ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા અને વન-મેન આર્મી બનીને ભારતને જીત અપાવી હતી.
