Kerala Students Fight : કેરળમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે જોરદાર મારા-મારી થયાનો એક વીડિયો સામે આવ્યો છે. મારઝૂડની આ ઘટનામાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓ સામેલ હતા, આ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
મારઝૂડ સમયે વિદ્યાર્થીઓ એક-બીજાને થપ્પડ અને લાત મારતા જોવા મળતા હતા. આ વીડિયો કેરળના ચોક્કસ કયા વિસ્તારનો છે તે અંગે તો માહિતી મળી શકી નથી.
Fight between two different college students in Kerala, India. pic.twitter.com/eAUbXEixBi
— Fight Videos (@FightVideosTV) June 10, 2023
આ ઘટનામાં એક વિદ્યાર્થી નજીકથી પસાર થતી એક કેનાલમાં પડી ગયો હતો ત્યારબાદ અન્ય જૂથના વિદ્યાર્થીઓ પણ કેનાલમાં ઉતર્યા હતા અને તેને મારવા લાગ્યા હતા.
આ પણ વાંચો
આ ઉપરાંત માર્ગ પર વિદ્યાર્થીઓ વચ્ચે કયા કારણથી આ હિંસક ઘટના સર્જાઈ તે અંગે માહિતી મળી નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.