Moong Dal Pakode Recipe: મગ દાળના પકોડા ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાસ્તો છે. તેને તમે ખૂબ જ ઓછા સમયમાં બનાવીને ખાઈ શકો છો. જો તમે ક્યાંય બહારથી આવ્યા છો અને તમને ચાની સાથે કંઈક મસાલેદાર ખાવાનું મન છે, તો તમે ખૂબ જ ઓછા સમયમાં મગ દાળના પકોડા બનાવીને ચાની સાથે ખાઈ શકો છો. એટલું જ નહીં તમે તેને બનાવીને બહાર પણ લઈ જઈ શકો છો. તેને બનાવવા માટેની તમામ સામગ્રી સરળતાથી ઘરે ઉપલબ્ધ હોય છે. મગ દાળના પકોડા એટલા ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે કે, તેને બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી ખાય છે. જો તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને તમે ચાની સાથે તેમને આપવા માટે કંઈક ઝડપથી નાસ્તો બનાવવા ઈચ્છો છો તો તમે તેમને મગની દાળના પકોડા બનાવીને સર્વ કરી શકો છો. અહીં તમે મગ દાળના પકોડા બનાવવાની રેસીપી જોઈ શકો છો.
સામગ્રી
મગની દાળના પકોડા બનાવવા માટે મગની દાળ, આખા ધાણા, બારીક સમારેલ કોથમીર, બારીક લીલા મરચા, જીરું, લાલ મરચું પાવડર, મીઠું અને તેલની જરૂર પડશે.
બનાવવાની રીત
આ પણ વાંચો
- મગ દાળના પકોડા બનાવવા માટે સૌથી પહેલા મગની દાળને 3-4 કલાક માટે પલાળીને રાખી દો. તમે ઇચ્છો તો તમે તેને રાત્રે પણ સાફ કરીને પલાળી શકો છો. હવે 4 કલાક પછી તેને ધોઈ લો અને ગાળીને અલગ રાખી લો.
- તેમાં આખા ધાણા, કાળા મરી, બારીક સમારેલા લીલા મરચાં, બારીક સમારેલી કોથમીર અને મીઠું ઉમેરીને મિક્સરમાં સારી રીતે દરદરું પીસી લો.
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલી પેસ્ટને હાથમાં લઈને પકોડા બનાવીને કડાઈમાં નાખો.
- હવે તેને મીડિયમ ફ્લેમ પર બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
- તૈયાર છે તમારા ગરમાગરમ મગ દાળના પકોડા. સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મગ દાળના પકોડાને લીલી ચટણી અથવા મનપસંદ ચટણી સાથે સર્વ કરો.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.